Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પૂર્વ પત્ની રેહમ ખાનનો દાવોઃ ઈમરાન ખાને પીએમ મોદી સાથે કાશ્મીર પર કરી સિક્રેટ ડીલ

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમે પીએમ પર એક મોટો આરોપ લગાવ્યો છે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમે પીએમ પર એક મોટો આરોપ લગાવ્યો છે. રેહમની માનીએ તો ઈમરાન જાણતા હતા કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કયો મોટો નિર્ણય લેવાના છે. રેહમે કહ્યુ કે ઈમરાને કાશ્મીર પર પીએમ મોદી સાથે એક સિક્રેટ ડીલ કરી છે. પાંચ ઓગસ્ટના રોજ ભારતે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય કર્યો છે અને પાકિસ્તાને ભારતના આ નિર્ણયને માનવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. રેહમ તરફથી કાશ્મીરની સ્થિતિ પર આ પહેલી પ્રતિક્રિયા છે.

વાયરલ થયો રેહમનો ઈન્ટરવ્યુ

વાયરલ થયો રેહમનો ઈન્ટરવ્યુ

રેહમનો એક ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રેહમને એમ કહેતા સાંભળી શકાય છે, ‘હું તો કહીશ કે કાશ્મીરને વેચી દેવામાં આવ્યુ છે. અમને શરૂઆતથી જ બતાવવામાં આવ્યુ હતુ કે ‘કાશ્મીર બનશે પાકિસ્તાન'. રેહમના જણાવ્યા મુજબ જે દિવસે ભારતે કાશ્મીર પર એલાન કર્યુ હતુ, તે દિવસે તેમની ટીમના એક સભ્યએ તેમને કૉલ કર્યો. આ મેમ્બરે રેહમને જણાવ્યુ હતુ, મેડમ, તમે જે કહ્યુ હતુ કે એકદમ સાચુ સાબિત થઈ રહ્યુ છે.' રેહમે કહ્યુ કે તેમણે પોતાના ટીમ મેમ્બરને કહ્યુ કે તે પ્રાર્થના કરે કે આ સાચુ ન હોય.

મોદીના નિર્ણય વિશે જાણતા હતા ઈમરાન

મોદીના નિર્ણય વિશે જાણતા હતા ઈમરાન

રેહમે એ મેમ્બરને કહ્યુ, ‘મે તમને ગયા વર્ષે ઓગસ્ટમાં શું કહ્યુ હતુ, કાશ્મીર પર શું ડીલ થશે?' રેહમે આગળ કહ્યુ, ‘ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ જ કર્યુ જે તેમને કરવાનુ હતુ. તે એક બહુમત સાથે આવ્યા હતા અને તેમણે આર્ટિકલ 370 હટાવવાનું જ હતુ.' રેહમે આ સાથે જ ઈમરાનના નિર્ણય લેવાની ક્ષમતા પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યુ કે જે દિવસે ઈમરાન કાશ્મીર પર નીતિગત નિવેદન આપી રહ્યા હતા તેમનુ કહેવુ હતુ, ‘હું જાણતો હતો કે મોદી આવુ કરવાના છે. અમને ખબર હતી કે તે આમ કરવાના છે.'

ઈમરાનને ગણાવ્યા બહુ નબળા

ઈમરાનને ગણાવ્યા બહુ નબળા

ઈમરાને કહ્યુ, ‘હું એ જાણતો હતો, બિમશેકમાં જ્યારે હું તેમને મળ્યો, મારા પ્રત્યે જે તેમનો વ્યવહાર શુષ્ક હતો. હું ત્યારે જ જાણી ગયો હતો જ્યારે પુલવામાની ઘટના બની.' રેહમે સવાલિયા લહેજામાં કહ્યુ, ‘જ્યારે તમને ખબર હતી કે આવુ થવા જઈ રહ્યુ છે તો તમે દોસ્તી (મોદી સાથે) નો હાથ કેમ આગળ વધાર્યો અને તમે તેમને મિસ્ડ કૉલ કેમ આપી રહ્યા હતા?' રેહમના જણાવ્યા મુજબ, ‘જ્યારે તમને આના વિશે ખબર હતી અને તમે કંઈ ન કર્યુ તો આનો અર્થ એ જ છે કે તમે કંઈ કરવા માટે સક્ષમ નથી અથવા તો તમે બહુ નબળા છો.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X