ઇમરાન ખાનના "કૂતરા"ના કારણે તેની ત્રીજી પત્ની પિયર ચાલી ગઇ
ઇમરાન ખાનની ત્રીજી પત્ની તેનાથી રિસાઇને પિયર જતી રહી છે. અને આ માટે બીજું કોઇ નહીં પણ ઇમરાન ખાનના પાળતૂ કૂતરા જવાબદાર છે. આવી વાત પાકિસ્તાન મીડિયા પણ ફરતી થઇ છે. જાણો વધુ.
ક્રિકેટરથી રાજનેતા બનેલા ઇમરાન ખાનને લગ્ન સંબંધ સાથે તેવો 36નો આંકડો છે કે જ્યારે જ્યારે તેમના લગ્ન થાય છે કોઇને કોઇ વિવાદ આવી ઊભો રહે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ઇમરાન ખાને આધ્યાત્મિક ગુરુ બુશરા માનિકા સાથે ત્રીજા લગ્ન કર્યા. પાકિસ્તાનના તહરીક એ ઇંસાફ પાર્ટીના અધ્યક્ષ ઇમરાન ખાનના જીવનમાં હવે તેમના પાળતૂ કૂતરાના કારણે નવો વિવાદ ઊભો થયો છે. અને ચર્ચાઓ તો તેવી થઇ રહી છે કે આ કારણે જ માનિકા તેમના પિયર જતી રહી છે. આ વાતની સ્પષ્ટતા એનએનઆઇ પણ કરી છે. અને પાકિસ્તાન મીડિયા પર આ વાતને ચર્ચી રહ્યું છે.

કૂતરા "ઇન" પત્ની "આઉટ"
ટાઇમ્સ ઓફ ઇસ્લામાબાદના રિપોર્ટ મુજબ ઇમરાન ખાનની પત્ની બુશરાના કહેવા પર પહેલા ઇમરાને તેના પાળેલા કૂતરાઓને ઘરની બહાર નીકાળી દીધા હતા. પણ હવે તે પાછા આવી ગયા છે. અને તેના ઘરની આસપાસ દોડતા પણ દેખાય છે. જો કે ઇમરાન ખાને તેના ઘરના કૂતરા શેરુને ઘરની બહાર નીકાળવાની વાત પર રદિયો આપતા કહ્યું હતું કે આ તમામ વાતો અફવા છે અને તેમના કૂતરાની બહુ પહેલા જ મોત થઇ ગઇ હતી.

શું વાંધો છે પાળતૂ કૂતરાથી?
તેવું કહેવામાં આવી રહ્યું છે કે ઇમરાનના પાળતૂ કૂતરાના કારણે બુશરાના ધાર્મિક કાર્યોમાં ખૂબ જ અડચણ ઊભી થતી હતી. માટે તેમણે ઘરની બહાર કૂતરાને નીકાળ્યા હતા. વળી બુશરાના પહેલા લગ્નના બાળકો પણ લાંબો સમયથી ઇમરાનના બાની ગાલા ઘરમાં રહી રહ્યા હતા. જ્યારે જે મુજબ વાત થઇ તે મુજબ બુશરાના પરિવારનો કોઇ પણ સદસ્ય ઇમરાનના ઘરમાં નહીં રહે તેવી વાત થઇ હતી.

બેન પણ કારણ?
વળી વાતો તો તેમ પણ ઉડી છે કે ઇમરાન ખાનની બેન બાની ગાલા પણ આ તમામ વિવાદ પાછળ કારણ હોઇ શકે છે. ઇમરાનની બેન પણ બાની ગાલામાં રહે છે. અને તે પણ ઘરના નવીનીકરણમાં ભારે ઉત્સાહ સાથે ભાગ લે છે જે પણ બુશરાને બિલકુલ પસંદ નથી. જો કે આવા જ કેટલાક વિવાદો તેમના લગ્નમાં મતભેદ અને મનભેદનું કારણ બન્યા છે તેમ માનવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
