ઈમરાન ખાનના શપથગ્રહણમાં પીએમ મોદી શામેલ થવાના સમાચારોનું પીટીઆઈએ કર્યુ ખંડન

ઈમરાન ખાનના પક્ષ પીટીઆઈએ મંગળવારે સાંજે જ મીડિયામાં ચાલી રહેલ આ સમાચારોનું ખંડન કરતા કહ્યુ કે હાલમાં આના પર કોઈ વિચાર નથી કરવામાં આવી રહ્યો.

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (પીટીઆઈ) ના પ્રવકતા ફવાદ ચૌધરીએ મંગળવારે કહ્યુ હતુ કે ઈમરાન ખાનના પ્રધાનમંત્રી પદની શપથગ્રહણ સમારંભમાં શામેલ થવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અન્ય વિદેશી નેતાઓને બોલાવવામાં આવી શકે છે. પરંતુ હવે તેમના જ પક્ષે આ પ્રકારના સમાચારોનું ખંડન કર્યુ છે. ઈમરાન ખાનનો પક્ષ પીટીઆઈએ મંગળવારે સાંજે જ મીડિયામાં ચાલી રહેલ આ સમાચારોનું ખંડન કરતા કહ્યુ કે હાલમાં આના પર કોઈ વિચાર નથી કરવામાં આવી રહ્યો. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાન 11 ઓગસ્ટે પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી પદે શપથ લેવાના છે.

pm modi

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર 'તહરીક-એ-ઈન્સાફ એ એ રિપોર્ટોને ફગાવી દીધા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈમરાન ખાનના શપથગ્રહણ સમારંભ દરમિયાન ગણમાન્ય વ્યક્તિઓને આમંત્રિત કરવાની યોજના બની છે.' પીટીઆઈએ કહ્યુ કે આના પર હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પીટીઆઈ તરફથી આ નિવેદન બાદ પ્રવકતા ફવાદ ચૌધરીએ મંગળવારે ટ્વિટમાં લખ્યુ કે મીડિયામાં જે અટકળો લગાવવામાં આવી રહી છે તે સાચી નથી, તેમનો પક્ષ પાકિસ્તાનના વિદેશ કાર્યાલયો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આ વિશે નિર્ણય લેશે.

આ પહેલા પીટીઆઈના પ્રવકતાના નિવેદન બાદ મીડિયામાં સમાચારો ચાલ્યા હતા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત સાર્ક દેશોના નેતાઓને ઈમરાન ખાનના શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવી શકે છે. પાકિસ્તાનમાં ગયા મહિને 25 જુલાઈએ સામાન્ય ચૂંટણીમાં પીટીઆઈ સૌથી મોટો પક્ષ બનીને ઉભરવા છતાં ઈમરાનને નાના પક્ષોનો સહારો લેવો પડી રહ્યો છે. ઈમરાન ખાનને હાલમાં સરકાર બનાવવા માટે 21 સીટોની જરૂર છે અને પીટીઆઈએ દાવો કર્યો છે કે તેમનો પક્ષ કેટલાક અપક્ષો અને નાના પક્ષો સાથે ગઠબંધન કરીને 11 ઓગસ્ટે સરકાર બનાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X