મેડીકલ પ્રશિક્ષણ માટે ગર્ભવતી મહિલાઓને આપી વિયાગ્રા, 11 નવજાતના મોત
નેધરલેન્ડ્ઝમાં ગર્ભવતી મહિલાઓને વિયાગ્રા આપવાથી 11 નવજાત શિશુઓના મોત નીપજ્યા છે. ગર્ભવતી મહિલાઓને આ વિયાગ્રા મેડીકલ પ્રશિક્ષણ હેઠળ આપવામાં આવી હતી. જે ગર્ભવતી મહિલાઓને ગર્ભનાળ નબળી હતી, તેમના ગર્ભસ્થ શિશુઓના વિકાસ માટે તેમને વિયાગ્રા આપવામાં આવી હતી. નવજાત બાળકોના મોત બાદ આ પ્રશિક્ષણને તરત જ રોકી દેવામાં આવ્યુ છે.

મેડીકલ પ્રશિક્ષણ હેઠળ અપાઈ હતી વિયાગ્રા
નેધરલેન્ડ્ઝની 10 હોસ્પિટલોમાં ગર્ભવતી મહિલાઓને પુરુષો દ્વારા ઉપયોગમાં લેવાતી યૌનવર્ધક દવા સિલ્ડેનાફિલ (વિયાગ્રા) આપવામાં આવી. જેનાથી 11 નવજાત શિશુઓના મોત નીપજ્યા છે. એમ્સ્ટરડેમ યુનિવર્સિટી ઓફ મેડીકલ સેન્ટર દ્વારા કરાવવામાં આવી રહેલ આ પ્રશિક્ષણમાં 93 ગર્ભવતી મહિલાઓને વિયાગ્રા આપવામાં આવી હતી. આ બધી મહિલાઓની ગર્ભનાળ નબળી હોવાથી ગર્ભમાં બાળકોનો વિકાસ અટકી ગયો હતો. વિકાસ વધારવા માટે મહિલાઓને પ્રશિક્ષણમ હેઠળ વિયાગ્રા આપવામાં આવી હતી પરંતુ જન્મ બાદ બાળકોના ફેફસામાં બિમારી વિકસીત થઈ ગઈ.

17 નવજાતને થઈ ફેફસાની બિમારી, 11 ના મોત
17 નવજાત શિશુઓને ફેફસામાં બિમારી થઈ ગઈ જેમાં 11 ના મોત નીપજ્યા છે. લગભગ 10-15 મહિલાઓએ હજુ બાળકોને જન્મ આપ્યા નથી. કહેવામાં આવી રહ્યુ છે કે વિયાગ્રાના કારણે બ્લડપ્રેશર વધી ગયુ જેનાથી બાળકો સુધી ઘણો ઓક્સજન પહોંચી ગયો. એમ્સ્ટરડેમ યુએમસીના પ્રવકતાએ કહ્યુ કે ટ્રાયલ યોગ્ય રીતે કરવામાં આવી છે પરંતુ તેમછતાં એક તપાસ નીમવામાં આવશે.

2020 સુધી ચાલવાની હતુ પ્રશિક્ષણ પરંતુ ત્વરિત થયુ બંધ
ગર્ભવતી મહિલાઓ પર આ પ્રશિક્ષણ વર્ષ 2015 માં શરૂ થયુ હતુ અને 2020 સુધી ચાલવાનું હતુ. આ પ્રશિક્ષણમાં કુલ 350 મહિલાઓને ભાગ લેવાનો હતો પરંતુ બાળકોના મોત બાદ તેને રોકી દેવામાં આવ્યુ છે. પ્રશિક્ષણની તપાસ કરી રહેલી સ્વતંત્ર સમિતિએ જોયુ કે વિયાગ્રા લેનારી ગર્ભવતી મહિલાઓથી જન્મેલા બાળકોમાં જરૂરતથી વધુ ફેફસાની સમસ્યા વિકસિત થઈ રહી છે. એટલા માટે આ પ્રશિક્ષણ ગયા સપ્તાહે જ રોકી દેવામાં આવ્યુ છે.