માતા-પિતા જ કરાવે છે દિકીરીનો વર્જિનીટી ટેસ્ટ!

Posted By:
Subscribe to Oneindia News

વાંચીને આશ્ચર્યમાં પડી ગયા હશો. પરંતુ આ કૃત્ય સ્વીડનમાં બેધડક થઇ રહ્યું છે. જ્યાં માતા પિતા ખુદ પોતાની દિકરીના વર્જિનીટી ટેસ્ટ કરાવી રહ્યાં છે. જેથી તેઓ જાણી શકે કે તેમની દિકરીએ કોઇની સાથે સંબંધ તો નથી બનાવી લીધોને. શું તે લગ્ન માટે કુંવારી છેકે નહીં. અને માતા પિતાએ આ કાર્યને ધાર્મિક ભાવનાઓ સાથે જોડી દીધુ છે.

Relationship

આ વાત સ્વીડનના એક ટીવી કાર્યક્રમ "કોલ્ડ ફેક્ટ"માં કરવામાં આવેલા સ્ટીંગ ઓપરેશનમાં સામે આવી છે. જેમા બતાવવામાં આવ્યુ છેકે આ અનૈતિક ટેસ્ટમાં કેટલાક ડૉક્ટર્સ પણ શામેલ છે. આ ડૉક્ટર્સ આ કામ માટે તગડી રકમ પણ વસુલે છે. જેમા મહત્તમ ટેસ્ટ ટીન એજ છોકરીઓ (15થી 16 વર્ષની)ના થાય છે. અને સામાન્ય રીતે છોકરીઓ આ ટેસ્ટ માટે તૈયાર પણ નથી થતી.
આ ટેસ્ટના કારણે ઘણી છોકરીઓ ડીપ્રેશન અને ડરનો શિકાર થઇ રહી છે. આ જાળામાં કેટલાક મિડીયાકર્મીઓ અને પત્રકારો પણ શામેલ છે. જેઓ છોકરીઓના સંબંધી બનીને ડૉક્ટર્સ પાસે તેમને ટેસ્ટ કરવા માટે લઇને જાય છે.

આ સ્ટીંગ ઓપરેશનના સામે આવવાથી સ્વીડનમાં હંગામો મચી ગયો છે. માનવાધિકાર પંચે તેનો જોરદાર વિરોધ પણ કર્યો છે. અને આ સમગ્ર પ્રક્રિયાને અનૈતિક ગણાવીને ટેસ્ટ કરનાર ડૉક્ટર્સ અને મિડીયા કર્મીઓની વિરૂદ્ધ તપાસના આદેશ પણ આપી દીધા છે.

English summary
An undercover investigation has revealed doctors in Sweden are performing virginity tests on teenage girls against their will.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.