For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુએસના આ શહેરોમાં મહિલાઓ ટોપલેસ ફરી શકે છે, કાનૂની પરમિશન મળી

યુએસ ના કેટલાક રાજ્યોમાં, મહિલાઓને ટોપલેસ ફરવા માટે કાનૂની પરવાનગી આપવામાં આવી છે.

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

યુએસ ના કેટલાક રાજ્યોમાં, મહિલાઓને ટોપલેસ ફરવા માટે કાનૂની પરવાનગી આપવામાં આવી છે. હા, યુએસના કુલ છ રાજ્યોમાં ટોપ પહેર્યા વિના હવે મહિલાઓ જાહેર સ્થળોએ ફરી શકે છે. વ્યોમિંગ, ઉતાહ, યુટાહ, કોલોરાડો, કેન્સાસ, ન્યુ મેક્સિકો અને ઓક્લાહોમા જેવા છ રાજ્યોમાં, મહિલાઓ કોઈ પણ રોકટોક વિના અર્ધનગ્ન રીતે ફરી શકે છે. તે જ સમયે, આ રાજ્યોમાં રહેતી ઘણી મહિલાઓએ પણ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો, પરંતુ કોર્ટ 'ફ્રી ધ નિપલ' આંદોલન માટે સંમત થયા હતા અને આ 6 રાજ્યોમાં મહિલાઓના ટોપલેસ આંદોલનને મંજૂરી આપી હતી.

topless

ફ્રી ધ નિપલ મુવમેન્ટ હેઠળ

હકીકતમાં, ઘણી સ્ત્રીઓએ 'ફ્રી ધ નિપલ' નામની વૈશ્વિક મુવમેન્ટ શરૂ કરી છે. આ આંદોલનમાં મહિલાઓની માંગ હતી કે તેમને પુરુષોની જેમ ટોપલેસ ફરવાનો અધિકાર આપવામાં આવે. વળી, આ ચળવળની પાછળ, તેમનું માનવું હતું કે સ્ત્રીઓનું શરીર ફક્ત જાતીય ઓબ્જેક્ટ નથી, પણ તેમને પુરુષો જેવા સમાન અધિકાર પણ મળવા જોઈએ. આ આંદોલન અંગે ચુકાદો આપતી વખતે કોર્ટે ટોપલેસ પ્રતિબંધને હટાવ્યો હતો.

એક અહેવાલ મુજબ, ફોર્ટ કોલિન્સ શહેરએ આ નિર્ણયને રોકવા માટે 2 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો, પરંતુ કોર્ટના નિર્ણય પછી, ફોર્ટ કોલિન્સ સરકારના પ્રવક્તાએ કહ્યું હતું કે નિર્ણય રોકવા માટે જે રકમનો ઉપયોગ કરવામાં આવ્યો તે શહેરના બાકીના મહત્વપૂર્ણ બાબતો પર ખર્ચ કરવો જોઈએ.

આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરી હતી

ટોપલેસ પ્રતિબંધને હટાવવા માટે ફેબ્રુઆરીમાં અપીલ કરવામાં આવી હતી અને હવે આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાથી, મહિલાઓ ફોર્ટ કોલિન્સ શહેરમાં ટોપલેસ થઈને ચાલવામાં સક્ષમ હશે. પહેલા ફક્ત 10 વર્ષથી ઓછી વયની છોકરીઓ ટોપ વગર જાહેર સ્થળે જઈ શકતી હતી.

English summary
In these US cities, women can go topless
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X