ભારતના આ પાડોશી દેશમાં ક્રિસમસની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો, સખત એડવાયઝરી જારી કરાઈ

દુનિયાભરમાં ક્રિસમસની ઉજવણી કરાઈ રહી છે ત્યારે ભારતના પાડોશી દેશ માલદિવમાં હંગામાનો માહોલ છે. અહીં સરકારે ક્રિસમસની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે.

હિંદ મહાસાગરમાં ભારતના પાડોશી દેશ માલદીવમાં ક્રિસમસની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે. પોલીસે એડવાઈઝરી જારી કરીને લોકોને અપીલ કરી છે કે તેઓ ટાપુ દેશમાં ક્યાંય પણ નાતાલની ઉજવણી ન કરે.

Christmas

જણાવી દઈએ કે ક્રિસમસને લઈને માલદિલ પોલીસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચીન સમર્થક મોહમ્મદ મોઈઝુ દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે.

ચીન તરફી અને ભારત વિરોધી એજન્ડા ચલાવવા માટે જાણીતા મોહમ્મદ મોઇઝુ રાષ્ટ્રપતિ બન્યા બાદ સૌપ્રથમ તુર્કીની મુલાકાતે ગયા હતા. સામાન્ય રીતે અત્યાર સુધીની પરંપરા એવી રહી છે કે માલદીવમાં શપથ લીધા બાદ રાષ્ટ્રપતિ સૌથી પહેલા ભારતની મુલાકાતે આવે છે.

માલદીવ એક ટાપુ દેશ છે અને તેની અર્થવ્યવસ્થા પર્યટન પર આધારિત છે અને વિશ્વના વિવિધ દેશોમાંથી વિવિધ ધર્મો અને સમુદાયના લોકો માલદીવની મુલાકાતે આવે છે અને આવા દેશમાં ક્રિસમસ સામે જાહેર એડવાઈઝરી જારી કરવી થોડી વિચિત્ર છે.

પોલીસ એડવાઈઝરીમાં જણાવાયુ છે કે, માલદીવના કોઈપણ વસવાટવાળા ટાપુઓમાં નાતાલની ઉજવણીનું આયોજન ન કરવામાં આવે.

પોલીસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ નવા વર્ષના સંબંધમાં ઉજવાતા ખ્રિસ્તી તહેવાર ક્રિસમસની ઉજવણી માટે કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન ન કરે.

પોલીસ એડવાઈઝરી અનુસાર, માલદીવના કાયદા મુજબ અને દેશના કાયદાની વિરુદ્ધ આવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X