ભારત વિશ્વના સૌથી હિંસક દેશોની યાદીમાં સામેલ

નવી દિલ્હી, 12 જૂન : ભારતમાં દિવસે દિવસે વધતી જતી હિંસા અને ગુનાખોરીના પરિણામે હવે ભારત વિશ્વના સૌથી હિંસક દેશોની યાદીમાં સામેલ થઇ ચૂક્યું છે. હાલમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં આ બાબત બહાર સપાટી ઉપર આવી છે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ (જીપીઆઈ 2013)ના અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે.

અભ્યાસમાં ભારત 25 ઓછા શાંતિપૂર્ણ દેશોની યાદીમાં સામેલ છે. ભારતમાં હિંસાનું પ્રમાણ વધારે હોવાની બાબત પણ ઊભરીને બહાર આવી છે. ટ્રબલ ઝોનની વાત કરવામાં આવે તો ભારત યાદીમાં 141માં સ્થાને છે. એકંદરે સ્કોર 2.57ની આસપાસ છે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં જે આંકડા આપવામાં આવ્યા છે તે ચોક્કસપણે ચિંતા ઉપજાવે તેવા છે.

1 - ભૂતાન

1 - ભૂતાન


રેન્ક - 20, સરેરાશ સ્કોર - 1.49

2 - નેપાળ

2 - નેપાળ


રેન્ક - 82, સરેરાશ સ્કોર - 2.06

3 - બાંગ્લાદેશ

3 - બાંગ્લાદેશ


રેન્ક - 105, સરેરાશ સ્કોર - 2.16

4 - શ્રીલંકા

4 - શ્રીલંકા


રેન્ક - 110, સરેરાશ સ્કોર - 2.23

5 - ભારત

5 - ભારત


રેન્ક - 141, સરેરાશ સ્કોર - 2.58

6 - પાકિસ્તાન

6 - પાકિસ્તાન


રેન્ક - 157, સરેરાશ સ્કોર - 3.11

7 - અફઘાનિસ્તાન

7 - અફઘાનિસ્તાન


રેન્ક - 162, સરેરાશ સ્કોર - 3.44

કુલ 162 દેશોની યાદી તૈયાર કરવામાં આવી છે. તેમાં ભારત 141મા ક્રમ ઉપર છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2012માં આંતરિક ખેંચતાણ અને રક્તપાતના કારણે દરરોજ બેથી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. પાકિસ્તાન, ઇરાક, દક્ષિણ સુડાણ, અફઘાનિસ્તાન જેવા કેટલાક એવા દેશો છે જે પરંપરાગત રીતે વધારે હિંસા સાથે જોડાયેલા છે. તેમનો પણ આ યાદીમાં સમાવેશ થયો છે.

આ યાદીમાં આઈસલેન્ડ વર્ષ 2012માં સૌથી શાંતિપૂર્ણ દેશ તરીકે ઊભરી આવ્યું છે. 2012માં ભારતની રેન્કીંગ જુદી હતી. ભારતની સારી બાબત એ છે કે દેશમાં આંતરિક લડાઈ ઝઘડાના કારણે મોતની સંખ્યામાં ઘટાડો થયો છે. નાગરિકોમાં ગુનેગારીનું પ્રમાણ પણ ઘટ્યું છે. કેટલાક ચવીરૂપ પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે તો સ્થિતિ જુદા પ્રકારની બને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X