ક્રિસમસમાં ઓવરટાઈમ કરી રહેલા ભારતીય મૂળના પોલિસ ઓફિસરની ગોળી મારી હત્યા

અમેરિકી રાજ્ય કેલિફોર્નિયામાં 33 વર્ષીય ભારતીય મૂળના પોલિસ ઓફિસર રોનિલ સિંહની અજ્ઞાત લોકોએ ગોળી મારી હત્યા કરી દીધી.

અમેરિકી રાજ્ય કેલિફોર્નિયામાં 33 વર્ષીય ભારતીય મૂળના પોલિસ ઓફિસર રોનિલ સિંહની અજ્ઞાત લોકોએ ગોળી મારી હત્યા કરી દીધી. કૉર્પોરલ રોનિલની હત્યા એ સમયે થઈ જ્યારે તે એક ટ્રાફિક પર ઉભા તા. રોનિલ ક્રિસમસના પ્રસંગે ઓવરટાઈમ કરી રહ્યા હતા અને તે સમયે તેમની હત્યા થઈ ગઈ. રોનિલ ન્યૂમેન પોલિસ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા હતા. સ્ટેનિસ્લૉસ કાઉન્ટીના શેરિફ ડિપાર્ટમેન્ટ તરફથી તેમની હત્યા પર નિવેદન જારી કરવામાં આવ્યુ છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે, 'રેડિયો પર તેમણે બતાવ્યુ હતુ કે ગોળીઓ ચાલી રહી છે અને થોડા સમય બાદ જ તેમની હત્યા થઈ ગઈ.' આ નિવેદનના આધાર પર જ આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

ranil singh

ઘટનાની તપાસ શરૂ

પોલિસ ડિપાર્ટમેન્ટ તરફથી જણાવવામાં આવ્યુ છે કે ઘણી એજન્સીઓની તરફથી મદદ માટે હાથ આગળ આવ્યા અને ઘટના સ્થળ પર રોનિલનો ગોળીઓથી વીંધાયેલો મૃતદેહ મળ્યો હતો. રોનિલને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા. કહેવામાં આવી રહ્યુ છે કે પોલિસના આવતા પહેલા જ શંકાસ્પદ વ્યક્તિઓ ત્યાંથી જતા રહ્યા હતા. વિભાગ તરફથી ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને સર્વિલાંસ સાથે જોડાયેલા ફોટા પણ જાહેર કરવામાં આવ્યા છે. આ ફોટામાં શંકાસ્પદો અને તેમની ગાડી જોવા મળી રહી છે. ફોટોગ્રાફ્સના આધારે શંકાસ્પદોની ઓળખ સાથે જોડાયેલી જાણકારી મેળવવામાં આવશે. કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલ (સીએચપી)એ શંકાસ્પદને એક લેટિન મૂળનો વ્યક્તિ ગણાવ્યો છે.

ફિજીના રહેવાસી હતા રોનિલ

રોનિલ સિંહ ન્યૂમેન પોલિસ ડિપાર્ટમેન્ટના એવા વેટરન હતા જેમની પાસે સાત વર્ષથી વધુનો અનુભવહતો. તેમને એક કેનાઈન ઓફિસર તરીકે અસાઈન કરવામાં આવ્યા હતા. ન્યૂમેન પોલિસ ડિપાર્ટમેન્ટ આવતા પહેલા તે મર્સ્ડ કાઉન્ટી શેરિફના ડિપાર્ટમેન્ટમાં હતા. રોનિલના ઘરે તેમની પત્ની અનામિકા અને પાંચ મહિનાનો પુત્ર છે. કેસીઆરએ3 ન્યૂઝના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સિંહ ફિજીના રહેવાસી હતા અને એક શરણાર્થી તરીકે અમેરિકા આવ્યા હતા. સ્ટેનિસ્લૉસ કાઉન્ટીના શેરિફ ડિપાર્ટમેન્ટના પ્રવકતા રાજ સિંહે જણાવ્યુ છે કે તે ઓફિસર રોનિલ સિંહને જાણે હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X