India-pakistan conflict : ભારત-પાકિસ્તાન યુદ્ધ થયુ તો કયા શહેરો તબાહ થશે? જાણો શું કહે છે નિષ્ણાતો?

India-pakistan conflict : હાલ પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી તણાવ વધી ગયો છે. આ સ્થિતિમાં પાકિસ્તાનના રેલમંત્રી હનીફ અબ્બાસે ભારત સામે ગંભીર ધમકી ઉચ્ચારી છે.

તેમણે કહ્યું કે પાકિસ્તાને શાહીન જેવી અણુ મિસાઈલો માત્ર શણગાર માટે નથી બનાવી પરંતુ જરૂર પડ્યે ભારત સામે વાપરવા માટે તૈયાર રાખી છે.

India-pakistan conflict

આ ધમકીઓએ લોકોના મનમાં અનેક સવાલો ઉભા કર્યા છે. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે અણુ યુદ્ધ થાય તો શું થશે? કોને વધુ નુકસાન થશે? કયા શહેરો નિશાન બની શકે?

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઘણા દાયકા જૂનો છે. ખાસ કરીને કાશ્મીર મુદ્દો, સરહદી વિવાદો અને આતંકવાદ બંને દેશો વચ્ચે સતત મતભેદોનું કારણ રહ્યા છે. તાજેતરના હુમલા પછી દેશભરમાં રોષનો માહોલ છે અને યુદ્ધની શક્યતાઓ અંગે ચર્ચાઓ વધી છે.

વિશેષજ્ઞોનું માનવું છે કે જો અણુ હુમલો થાય, તો પાકિસ્તાન ભારતના મોટા અને વ્યૂહાત્મક શહેરોને નિશાન બનાવી શકે છે. મુખ્યત્વે ત્રણ શહેરો ખાસ જોખમમાં હોઈ શકે છે. આ શહેરોમાં મુંબઈસ દિલ્હી અને બેંગ્લુરુનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય નાના પરંતુ મહત્વપૂર્ણ શહેરો પણ જોખમ હેઠળ આવી શકે છે.

જો પાકિસ્તાન તરફથી અણુ હુમલો થાય તો ભારત પાસે પણ ઝડપથી અને ભારે જવાબ આપવાનો સક્રિય પ્લાન છે. ભારત પાકિસ્તાનના અગત્યના શહેરો પર પ્રતિકાર રૂપે હુમલો કરી શકે છે, જેમાં ભારત ઇસ્લામાબાદ, લાહોર, કરાચી, ફૈસલાબાદ, પેશાવર, મુલતાન, ગુજરાંવાલા, રાવલપિંડિ, હૈદરાબાદ અને ક્વેટાને નિશાન બનાવી શકે છે. આ શહેરો પર અણુ હુમલાથી પાકિસ્તાનને ગંભીર નુકસાન થઈ શકે છે.

હિરોશિમા અને નાગાસાકીના ઉદાહરણ પરથી સ્પષ્ટ છે કે અણુ હુમલાના તરત પરિણામે લાખો લોકો જીવ ગુમાવી શકે છે. ધૂમ્રપટ અને રેડિયેશનના કારણે વષો સુધી સ્થાયી નુકસાન થાય છે, માણસો બીમારીઓથી પીડાય છે, ખોરાક અને પાણીનો તંગી ઉભી થાય છે અને સમાજમાં અરાજકતા ફેલાઈ શકે છે.

વિજ્ઞાનીઓના મતે, અણુ યુદ્ધ માત્ર શરૂઆતમાં જ નહીં પરંતુ લાંબા ગાળે પણ સમગ્ર પ્રાકૃતિક તંત્રને અસર કરે છે. વાતાવરણમાં ભારે બદલાવ આવે છે અને વિશ્વભરમાં હંગામો સર્જાય છે.

યુદ્ધ ક્યારેય કોઈ સમાધાન લાવી શકતું નથી, ખાસ કરીને અણુ યુદ્ધ બન્ને દેશો માટે વિનાશક સાબિત થઈ શકે છે. ભારત અને પાકિસ્તાન બંને માટે શાંતિપૂર્ણ વાતચીત અને મજબૂત વ્યૂહરચના જ એકમાત્ર સારો વિકલ્પ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X