ભારત ચાંદ પર પહોંચી ગયુ અને આપણા બાળકો ગટરમાં મરી રહ્યા છે, પાકિસ્તાનની સંસદમાં ભારતની ચર્ચા
મોંઘવારી અને ગરીબીમાં લપેટાયેલા પાકિસ્તાનની ફરી એક વખત દુનિયામાં ચર્ચા છે. હવે પાકિસ્તાનના સાંસદો જ પાકિસ્તાનની ઈજ્જતના ધજાગરા ઉડાવી રહ્યા છે.
પાકિસ્તાની સંસદમાં એક સાંસદે કહ્યું છે કે ભારત ચંદ્ર પર ઉતર્યુ જ્યારે તેમના બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે. મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન પાર્ટીના સાંસદ સૈયદ મુસ્તફા કમાલે બુધવારે ભારત સાથે પાકિસ્તાનની સરખામણી કરતી વખતે કરાચીમાં સુવિધાઓના અભાવ પર પ્રકાશ પાડ્યો.

તેમણે કહ્યું કે, એક તરફ તેમના દેશના સૌથી મોટા શહેરમાં ખુલ્લી ગટર બાળકોની હત્યા થઈ રહી છે. જ્યારે બીજી તરફ ભારત ચંદ્ર મિશનને સફળતાપૂર્વક પાર પાડી ચૂક્યું છે. તેમણે આ વાત ભારતના ચંદ્રયાન-3ની સફળતાના સંદર્ભમાં કહી.
સાંસદ સૈયદ મુસ્તફા કમલે સંસદમાં પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે દુનિયા ચંદ્ર પર જઈ રહી છે ત્યારે આપણા બાળકો કરાચીમાં ગટરમાં પડીને મરી રહ્યા છે. આપણે આપણા ટીવી સ્ક્રીન પર સમાચાર જોઈએ છીએ કે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે અને માત્ર બે સેકન્ડ પછી સમાચાર આવે છે કે કરાચીમાં એક ખુલ્લી ગટરમાં એક બાળકનું મૃત્યુ થયું છે.
MQM-P સાંસદ કમલે પણ કરાચીમાં પાણીની અછત વિશે વાત કરી, જ્યાં લગભગ 20.3 મિલિયન એટલે કે 23 કરોડ લોકો રહે છે.
તેમણે આગળ કહ્યું કે, કરાચી પાકિસ્તાનનું રેવન્યુ એન્જિન છે. પાકિસ્તાનમાં શરૂઆતથી જ જે બે બંદરો કાર્યરત છે, તે બંને અહીં સ્થિત છે. આ સમગ્ર દેશનું પ્રવેશદ્વાર છે. કરાચીને 15 વર્ષથી વધુ શુદ્ધ પાણી મળતું ન હતું. જે પણ પાણી આવ્યું તે પણ ટેન્કર માફિયાઓએ જમા કરી લીધુ.
એક અહેવાલને ટાંકીને તેમણે વધુમાં કહ્યું કે સિંધ પ્રાંત જેમાં કરાચી રાજધાની છે ત્યાં ઓછામાં ઓછા 70 લાખ બાળકો શાળાએ જતા નથી અને રાષ્ટ્રીય સ્તરે આ સંખ્યા 26 મિલિયન છે.
કમાલે કહ્યું કેસ આપણા સિંધ અને દેશમાં શાળાઓની હાલત જોઈને નેતાઓની ઊંઘ કેવી રીતે આવે? આ પહેલા પાકિસ્તાનના અગ્રણી દક્ષિણપંથી ઈસ્લામિક નેતા મૌલાના ફઝલુર રહેમાને સંસદમાં કહ્યું હતું કે એક તરફ ભારત વૈશ્વિક મહાસત્તા બનવાની નજીક જઈ રહ્યું છે તો બીજી તરફ પાકિસ્તાન પોતાને વિનાશથી બચાવવા માટે વિશ્વ પાસે ભીખ માંગી રહ્યું છે.












Click it and Unblock the Notifications
