અમેરિકામાં લોબિંગ પાછળ ભારતે 1 કરોડ ખર્ચ્યા

ભારત સરકારે 2005ના સપ્ટેમ્બરમાં અમેરિકામાં લોબિંગ શરૂ કર્યું હતું. ત્યારથી પોતાની લોબિંગ કંપની બાર્બર ગ્રિફીથ એન્ડ રોજર્સ એલએલસી (બીજીઆર)ને લગભગ 50 લાખ ડોલર (આશરે રૂપિયા 25 કરોડ) ચૂકવ્યા છે. લોબિંગ અંગે યુએસ કોંગ્રેસમાં ઉપલબ્ધ રેકોર્ડ્સ પરથી આ જાણવા મળ્યું છે.
અમેરિકામાં લોબિંગ કાયદેસર પ્રવૃત્તિ છે. પરંતુ તે માટે લોબિંગ કંપનીઓએ તેમના પ્રત્યેક ક્લાયન્ટ અંગે સેનેટમાં ડિસ્ક્લોઝર ફોર્મ્સ ફરજિયાત રજૂ કરવા પડે છે. બીજીઆર કંપનીએ રજૂ કરેલા પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે તેને ભારત સરકાર તરફથી 1,80,000 ડોલરની આવક થઈ છે.
વર્ષ 2013ના માર્ચના અંતે પૂરા થયેલા ક્વાર્ટર દરમિયાન અમેરિકામાં લોબિંગ કરનાર અન્ય ભારતીય કંપનીઓમાં ઓએનજીસી, વિશેષ લિમિટેડ, નાસ્કોમ અને સ્ટર્લિંગ બાયોટેકનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
