For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત 2028 સુધીમાં બનશે ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા, 2047માં હશે 30 ટ્રિલિયન ડૉલર પારઃ પીયુષ ગોયલ

|
Google Oneindia Gujarati News

ફ્રાન્સમાં પ્રવાસી ભારતીયોને સંબોધતા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ભારતના અર્થતંત્ર અંગે અનેક મોટા દાવા કર્યા હતા. તેમણે કહ્યું કે દેશની આઝાદીના 100મા વર્ષ સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થામાં આશ્ચર્યજનક વૃદ્ધિ જોવા મળશે. વર્ષ 2027-28ની વચ્ચે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવશે.

ફ્રાંસના પ્રવાસે ગયેલા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સોમવારે કહ્યુ કે ભારતની અર્થવ્યવસ્થામાં સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યા છે. જો આ ક્રમ ચાલુ રહેશે તો તે દિવસ દૂર નથી જ્યારે ભારત વિશ્વની ટોચની અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યુ, આપણે અત્યારે 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ.

piyush goyal

તેમણૈ વધુમાં કહ્યુ કે 2027-28 સુધીમાં, આપણે વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશુ. ભારત આજે 3.5 ટ્રિલિયન ડૉલરનુ અર્થતંત્ર છે અને 2047 સુધીમાં જ્યારે આપણે સ્વતંત્રતાના 100 વર્ષની ઉજવણી કરીશુ ત્યારે તે 30-35 ટ્રિલિયન ડૉલરનુ અર્થતંત્ર બની જશે.

Jaya Bachchan Net Worth: કરોડોની સંપત્તિની માલિક છે જયા બચ્ચન, કેશ, જમીન, જ્વેલરી..., કિંમત જાણીને ઉડી જશે હોશJaya Bachchan Net Worth: કરોડોની સંપત્તિની માલિક છે જયા બચ્ચન, કેશ, જમીન, જ્વેલરી..., કિંમત જાણીને ઉડી જશે હોશ

સેન્ટર ફૉર ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ (CEBR)ના જણાવ્યા મુજબ, ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ સતત વધી રહ્યો છે. CEBR અનુસાર, જો ભારતની અર્થવ્યવસ્થા વર્તમાન ગતિએ આગળ વધતી રહેશે તો 2037 સુધીમાં ભારત ઈકોનૉમિક લીગ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી જશે. હાલમાં ભારત પાંચમા સ્થાને છે.

'ભાડમાં જાય રણબીર, એની શુ ઔકાત', એક્ટરની 'બેડ ટેસ્ટ' કમેન્ટ પર અકળાઈ ઉર્ફી જાવેદ'ભાડમાં જાય રણબીર, એની શુ ઔકાત', એક્ટરની 'બેડ ટેસ્ટ' કમેન્ટ પર અકળાઈ ઉર્ફી જાવેદ

2035માં, ભારત 10 ટ્રિલિયન ડૉલરના આંકને સ્પર્શતી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવશે. જ્યારે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યુ કે ભારતીય અર્થવ્યવસ્થા વધુ સુધરશે અને આગામી 4થી 5 વર્ષમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનો આંકડો પાર કરશે.

400 મુસાફરોને લઈને ભૂમધ્ય સાગરમાં રસ્તામાં ભટકી નાવ, જીવ જવાનુ જોખમ તોળાયુ400 મુસાફરોને લઈને ભૂમધ્ય સાગરમાં રસ્તામાં ભટકી નાવ, જીવ જવાનુ જોખમ તોળાયુ

English summary
India to be third largest economy by 2028 says Piyush Goyal in France.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X