For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયામાં સામાન્ય જનતાને કોરોના વેક્સીનનો પહેલો ડોઝ મળ્યો, ભારતમાં ટેસ્ટિંગ શરૂ

રશિયામાં સામાન્ય જનતાને કોરોના વેક્સીનનો પહેલો ડોઝ મળ્યો, ભારતમાં ટેસ્ટિંગ શરૂ

|
Google Oneindia Gujarati News

મૉસ્કોઃ રશિયામાં બનેલી કોરોના વેક્સીનની પહેલી બેચ સામાન્ય જનતા માટે લૉન્ચ કરી દેવામાં આવી છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે જાણકારી આપી છે. રશિયાના ગમેલિયા રિસર્ચ સેન્ટર અને રસિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડે આ સ્પૂતનિક વી નામની રસી બનાવી છે.

corona vaccine

રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, કોરોના વાયરસથી બચાવતી સ્પૂતનિક વી વેક્સીને લેબમાં પણ જરૂરી ટેસ્ટ પાસ કરી લીધા છે, જેની પહેલી બેચ સામાન્ય જનતા માટે રિલીઝ કરી દેવામાં આવી છે.

જણાવી દઈએ કે રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે 11 ઓગસ્ટે કોરોનાથી બચાવવાનો દાવો કરતી વેક્સીન સ્પૂતનિક વી રજિસ્ટર કરાવી હતી. વેક્સીનને લઈ મૉસ્કોના મેયર સર્જે સોબ્યાનિને ઉમ્મીદ જતાવી કે આગામી કેટલાક સમયમાં જ રાજધાનીના તમામ લોકોને આ વેક્સીન આપી દેવામાં આવશે.

જ્યારે દુનિયાના અન્ય દેશોમાં પણ સ્પૂતનિક વી રસીની સપ્લાઈને લઈ મોટું નિવેદન સામે આવ્યું છે. રશિયન ડાયરેક્ટ ઈનવેસ્ટમેન્ટ ફંડના પ્રમુખે કહ્યું કે આ મહિને ભારત સહિત 5 દેશોમાં ક્લીનિકલ ટ્રાયલ શરૂ થશે. ફેઝ 3ના શરૂઆતી પરિણામ ઓક્ટોબર- નવેમ્બર સુધી સામે આવશે. ભારતની સાથે જ સાઉદી અરબ, યૂએઈ, ફિલિપાઈન્સ અને બ્રાઝીલમાં ક્લીનિકલ ટ્રાયલ શરૂ થશે.

કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં મળ્યા 75 હજારથી વધુ નવા કેસકોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં મળ્યા 75 હજારથી વધુ નવા કેસ

English summary
india to start clinical trial of russian corona vaccine sputnic v
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X