For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી માટે યુએસ કોંગ્રેસનું નિમંત્રણ તૈયાર કરવા ભારતીય અમેરિકનોએ શરૂ કર્યું લોબિંગ

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 25 જૂન : અમેરિકામાં વસતા ભારતીયોના સમૂહે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકન કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરવાનું નિમંત્રણ આપવાના સંદર્ભમાં મહત્તમ સાંસદોનું સમર્થન મેળવવા માટે એક અભિયાનની શરૂઆત કરી દીધી છે. આને સત્તાવાર લોબિંગ ગણાવવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાની મુલાકાત લેવાના છે.

પ્રતિનિધિ સભાના વિદેશી બાબતોની સમિતિના રિપબ્લિકન અધ્યક્ષ એડ રોયેસ અને સંસદના સભ્ય જ્યોર્જ હોલ્ડિંગે ગયા સપ્તાહે સંસદના અધ્યક્ષ જોન બોએનરને આ સંદર્ભમાં પત્ર લખ્યો હતો.

narendra-modi

આ પત્રમાં લખ્યું હતું કે 'જેવું આપ જાણો છો તે મુજબ ભારત એ અમેરિકાનું મહત્વનું સાથીદાર છે. દરેક સ્તર પછી તે રાજકીય હોય, આર્થિક હોય કે સુરક્ષા સંબંધિત હોય, અમેરિકાનું દક્ષિણ એશિયામાં આટલું મજબૂત ભાગીદાર કોઇ નથી.'

પત્ર લખવામાં આવ્યો ત્યાર બાદ યુએસ ઇન્ડિયા પોલિટિકલ એક્શન કમિટી (યુએસઆઇએનપીએસી)એ મોદીને કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરવા નિમંત્રણ મેકલવા માટે મહત્તમ સાંસદોનું સમર્થન એકત્ર કરવા માટે લોબિંગ શરૂ કર્યું છે.

યુએસઆઇએનપીએસી ના અધ્યક્ષ સંજય પુરીએ રોયેસના પગલાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે ભારતના ત્રણ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહને આ સન્માન પ્રાપ્ત થઇ ચૂક્યું છે.

તેમણે જણાવ્યું કે 'ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોંગ્રેસમાં આ સન્માન આપીને અમેરિકા ભારતીય જનતા અને વિશ્વની સામે ભારત-અમેરિકા સંબંધને નવી મજબૂતી આપવાનો પ્રયાસ પ્રદર્શિત કરશે.'

English summary
Indian Americans lobbying for US Congress invitation for Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X