ઊંધા ત્રિરંગાને જાપાનના વડાપ્રધાન કરાવ્યો ઠીક, તસવીરો થઇ વાયરલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એશિયન સમિટમાં ભાગ લેવા માટે હાલ કોલાલ્મપુર ગયેલા છે. ત્યાં તેમણે દુનિયાના અનકે જાણીતા નેતાઓ સાથે મુલાકાત કરી. પણ જ્યારે તે જાપનના વડાપ્રધાન શિંજો અબેને મળ્યા ત્યારે કંઇક તેવું થયું જેના કારણે તે સોશ્યલ મીડિયા પર છવાઇ ગયા.
થયું એવું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો અબે જે જગ્યાએ મળ્યા ત્યાં પાછળ બન્ને દેશોના ઝંડા લગાવામાં આવ્યા હતા. પણ ભારતનો ઝંડો ઊંધો લગાવામાં આવ્યો હતો. ત્યારે સોશ્યલ મીડિયા પર ભારતના ઊંધા ઝંડાની તસવીરો વાયરલ થઇ જતા વિવાદ ઊભો થયો હતો.

જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો આ ભૂલ પકડી નહતા શક્યા પણ શિંજોને આ ભૂલ ખબર પડી ગઇ હતી અને તેમણે પોતે ઝંડો સીધો કરાવ્યો હતો. જો કે તેટલી વારમાં આ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ચૂકી હતી.












Click it and Unblock the Notifications
