Video : દુબઈ એર શોમાં ભારતીય તેજસ વિમાન ક્રેશ, ખૌફનાક વીડિયો જોઈને હલી જશો
દુબઈ એર શો દરમિયાન એક પ્રદર્શન ઉડાન ભરતી વખતે એક ભારતીય HAL તેજસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટના સ્થાનિક સમય મુજબ બપોરે લગભગ 2:10 વાગ્યે બની હતી. આ અકસ્માત બાદ એરપોર્ટ ઉપર કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેને કારણે ત્યાં હાજર દર્શકો, જેમાં મહિલાઓ અને બાળકો પણ શામેલ હતા, તેઓ ભયભીત થઈ ગયા.

આ ઘટનાથી એર શોમાં ઉપસ્થિત સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે અને સુરક્ષા પ્રોટોકોલ પર ગંભીર સવાલો ઉભા થયા છે. ભારતીય વાયુસેના (IAF) ના પાયલટનું આ દુર્ઘટનામાં અવસાન થયું, જેનાથી દેશભરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
IAF એ આ જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને શહીદ પાયલટના શોકગ્રસ્ત પરિવાર સાથે ખભેખભો મિલાવીને ઊભી છે.
વાયુસેનાએ દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે તાત્કાલિક કોર્ટ ઓફ ઇન્ક્વાયરી (Court of Inquiry) નો આદેશ આપ્યો છે. આ ઘટના ભારતીય વાયુસેના માટે એક અપુરણીય ક્ષતિ છે અને સમગ્ર દેશ આ વીર સપૂતના બલિદાનને નમન કરે છે.
વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાત પર આવી શકે છે આફતદુબઈ એર શોમાં તેજસ વિમાનનો આ ક્રેશ બીજી મોટી ઘટના છે. આ પહેલાં 2024 માં રાજસ્થાનના પોખરણ ખાતે એક યુદ્ધાભ્યાસ દરમિયાન એન્જિન ફેઇલ થવાને કારણે અન્ય એક તેજસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ બંને ઘટનાઓ ભારતીય વાયુસેનાના હળવા લડાકુ વિમાન તેજસની સુરક્ષા અને વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરે છે.
આ દુર્ઘટનાઓની વિસ્તૃત તપાસ આવશ્યક છે, જેથી વિમાનની ડિઝાઇન, જાળવણી અથવા ઓપરેશનલ પ્રોટોકોલમાં સંભવિત ખામીઓ શોધી શકાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય.












Click it and Unblock the Notifications
