For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીલંકા બ્લાસ્ટની કવરેજ કરવા ગયેલા ભારતીય પત્રકારની ધરપકડ

શ્રીલંકાની પોલીસે ભારતના એક ફોટો જર્નાલિસ્ટની ધરપકડ કરી લીધી છે. આ જર્નાલિસ્ટ શ્રીલંકામાં બ્લાસ્ટ થયા પછી ત્યાંની હાલતને કવર કરવા માટે ગયો હતો

|
Google Oneindia Gujarati News

શ્રીલંકાની પોલીસે ભારતના એક ફોટો જર્નાલિસ્ટની ધરપકડ કરી લીધી છે. આ જર્નાલિસ્ટ શ્રીલંકામાં બ્લાસ્ટ થયા પછી ત્યાંની હાલતને કવર કરવા માટે ગયો હતો. પોલીસે તેની એક સ્કૂલમાં અનાધિકારીક રીતે દાખલ થવા પર ધરપકડ કરી લીધી. 21 એપ્રિલે શ્રીલંકામાં 8 સિરિયલ બ્લાસ્ટ થયા હતા, જેમાં 253 લોકોની મૌત થઇ હતી. બ્લાસ્ટની જાંચમાં ભારતીય જાંચ એજેન્સીઓ, શ્રીલંકાનાં સુરક્ષાબળોની મદદ કરી રહી છે.

Sri Lanka

સ્કૂલમાં હાજર માતા-પિતાએ પોલીસને જાણકારી આપી

સીદીકી અહમદ દાનિશ, જે ન્યુઝ એજેન્સી રોયટર્સ માટે કામ કરે છે, તેમની હાલમાં ધરપકડ કરી લેવામાં આવી છે. તેમની તે સમયે ધરપકડ કરી લેવામાં આવી જયારે તેઓ નૉંગેમ્બો શહેરની એક સ્કૂલમાં દાખલ થઇ રહ્યા હતા. ઔરથોરિટી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ જબરજસ્તી સ્કૂલમાં દાખલ થવાની કોશિશ કરી રહ્યા હતા. સ્કૂલમાં અનઅધિકૃત રીતે દાખલ થવાના આરોપસર તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો: આતંકી હુમલા બાદ શ્રીલંકા સખ્ત, બુરખા-નકાબ પર પ્રતિબંધ

સીટી મેજિસ્ટ્રેટ આદેશ પર તેને 15 મેં સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યો છે. લોકલ મીડિયા અનુસાર સીદીકી જબરજસ્તી સ્કૂલમાં દાખલ થયા અને તેમને સેન્ટ સેબેસ્ટિયન ચર્ચ હુમલામાં માર્યા ગયેલા બાળકો વિશે જાણકારી મેળવવાની કોશિશ કરી હતી. જે સમયે તેઓ સ્કૂલમાં દાખલ થવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર બાળકોના માતાપિતાએ પોલીસને સૂચના આપી. સીદીકી થોડા જ સમય માટે શ્રીલંકામાં હતા અને તેમને કવરેજ પછી ભારત પાછું આવવાનું હતું.

આ પણ વાંચો: ISIS એ લીધી શ્રીલંકાના ચર્ચ અને હોટલોમાં થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી

English summary
Indian journalist name Siddiqui Ahamad Danish, arrested in Sri Lanka for trespassing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X