For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકી હુમલા બાદ શ્રીલંકા સખ્ત, આજથી બુરખા-નકાબ પર પ્રતિબંધ

આતંકી હુમલા બાદ શ્રીલંકા સખ્ત, આજથી બુરખા-નકાબ પર પ્રતિબંધ

|
Google Oneindia Gujarati News

ઈસ્ટરના દિવસે 21મી એપ્રિલે થયેલ આતંકી હુમલા બાદ શ્રીલંકાએ અભૂપૂર્વ પગલું ઉઠાવતા એવા તમામ કપડાંઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે જેનાથી મોઢું ઢાંકી શકાય. શ્રીલંકન સરકારના આ ફેસલાની અસર બુરખા અને નકાબ પહેરતી મહિલાઓ પર પણ પડશે. રિપોર્ટ્સ મુજબ આ ફેસલો રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાએ લીધો છે. તેમણે ટ્વીટર દ્વારા સરકારના આ ફેસલાની જાણકારી આપી છે.

શ્રીલંકન સરકારનો ફેસલો

શ્રીલંકન સરકારનો ફેસલો

શ્રીલંકા સરકારે જણાવ્યું, "ચેહરો ઢાંકતી એવી કોઈપણ ચીજ જેનાથી શખ્સની ઓળખમાં સમસ્યા થતી હોય તેને તત્કાલિન અસરથી પ્રતિબંધિત કરવામાં આવે છે. આ મામલે રાષ્ટ્રપતિ દ્વારા ફેસલો લેવામાં આવ્યો છે." શ્રીલંકા સરકારનો આ ફેસલો 29 એપ્રિલ એટલે કે આજથી લાગૂ થઈ ગયો છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિએ ટ્વીટ કર્યું, "એવા કોઈ ફેસ માસ્કના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે જેનાથી કોઈ શખ્સની ઓળખ કરવામાં સમસ્યા થતી હોય, આવા વ્યક્તિ પબ્લિક અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરનાક સાબિત થઈ શકે છે, આ આદેશ તુરંત પ્રભાવથી 29 એપ્રિલથી લાગૂ થશે."

બુરખા પર પ્રતિબંધ

બુરખા પર પ્રતિબંધ

આતંકી હુમલાના એક અઠવાડિયા બાદ શ્રીલંકાના રાષ્ટ્રપતિએ આ આદેશ જાહેર કરતા કહ્યું કે તેમણે સંવિધાન દ્વારા આપવામાં આવેલ આપાત અધિકારોનો ઉપયોગ કરતાં આ ફેસલો લીધો છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું, "આ પ્રતિબંધ રાષ્ટ્રીય સુરક્ષા સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી લગાવવામાં આવ્યો છે, કોઈએ પણ પોતાનો ચેહરો ઢાંકવો ન જોઈએ જેથી સુરક્ષા એજન્સીઓને તેની ઓળખ કરવામાં તકલીફ ન થાય." આ ફેસલાની સાથે જ શ્રીલંકા સરકાર એશિયા, આફ્રીકા અને યૂરોપના એવા અમુક દેશોના સમૂહમાં સામેલ થઈ ગયું છે જેમણે આતંકી હુમલા રોકવા માટે આવાં પગલાં ઉઠાવ્યાં છે. ડેલી મિરર અખબાર મુજબ ચાડ, કેમરૂન, ગાબોન, મોરક્કો, ઑસ્ટ્રિયા, બુલ્ગારિયા, ડેનમાર્ક, ફ્રાંસ, બેલ્ઝિયમ અને ઉત્તર પશ્ચિમ ચીનના મુસ્લિમ બહુમતીવાળા પ્રાંત શિનજિયાંગમાં બુરખા પહેરવા પર પ્રતિબંધ છે.

21 એપ્રિલે થયો હતો હુમલો

21 એપ્રિલે થયો હતો હુમલો

જણાવી દઈએ કે 21 એપ્રિલે શ્રીલંકમાં ઈસ્ટર મનાવવામાં આવી રહ્યું હતું, ત્યારે દેખના પ્રમુખ ગિરિજાઘરો અને ફાઈવસ્ટાર હોટલ્સમાં એક બાદ એક 8 બ્લાસ્ટ થયા. આ બ્લાસ્ટમાં 250થી વધુ લોકો મૃત્યુ પામ્યા અને 500થી વધુ લોકો ઘાયલ થયા. થોડા દિવસ બાદ કુખ્યાત આતંકી સંગઢન આઈએસઆઈએસે આ હુમલાની જવાબદારી લીધી. આ હુમલા બાદ શ્રીલંકાની સરકારે આતંક વિરુદ્ધ આકરાં પગલાં ઉઠાવવાની યોજના બનાવી છે. શ્રીલંકા સરકાર દ્વારા ચેહરો ઢાકતાં કપડાં પર પ્રતિબંધનો ફેસલો શ્રીલંકાના એક સાંસદે ત્યાંની સંસદમાં ખાનગી બિલ લાવ્યા બાદ લીધો. શ્રીલંકાના એક મુસ્લિમ સંગઠન ઑલ સિલોન જમૈયતુલ ઉલેમાએ મહિલાઓને અપીલ કરી છે કે સુરક્ષાબળોની મદદ કરવા માટે તેઓ સાર્વજનિક સ્થળો પર બુરખો અને નકાબ પહેરીને ન જાય.

શ્રીલંકા બ્લાસ્ટઃ ISISના 3 સુસાઈડ બોમ્બર્સ સર્ચ ઑપરેશનમાં ઠાર, અથડામણમાં 15 શંકસ્પદોના મોતશ્રીલંકા બ્લાસ્ટઃ ISISના 3 સુસાઈડ બોમ્બર્સ સર્ચ ઑપરેશનમાં ઠાર, અથડામણમાં 15 શંકસ્પદોના મોત

English summary
sri lanka banned face covers including burqa and naqabs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X