For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISIS એ લીધી શ્રીલંકાના ચર્ચ અને હોટલોમાં થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી

શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રવિવારે થયેલા બ્લાસ્ટ્સની જવાબદારી આતંકી સંગઠન ISIS એ લીધી છે.

|
Google Oneindia Gujarati News

શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રવિવારે થયેલા બ્લાસ્ટ્સની જવાબદારી આતંકી સંગઠન ISIS એ લીધી છે. આ હુમલામાં 300થી વધુ લોકોના મોત નીપજ્યા છે. અત્યાર સુધી હુમલા પાછળ શ્રીલંકાના સંગઠન નેશનલ તોહીદ જમાત (એનટીજે)ને સરકાર તરફથી જવાબદાર ગણવામાં આવતુ હતુ. આઈએસની પ્રોપાગાંડા એજન્સી અમાક તરફથી નિવેદન જાહેર કરીને મંગળવારે હુમલાની જવાબદારી લેવામાં આવી છે. અમાકે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે સંગઠન એ દેશોના નાગરિકોને નિશાન બનાવી રહ્યુ હતુ જે તેના પર હુમલા માટે જવાબદાર છે. સાથે જ નિશાના પર ક્રિશ્ચિયન્સ પણ છે.

srilanka blast

અમેરિકી સમર્થક દેશોના નાગરિક નિશાના પર

અમાકે નિવેદનમાં કહ્યુ છે, 'સુરક્ષા સૂત્રો તરફથી અમાક એજન્સીને જણાવવામાં આવ્યુ હતુ કે હુમલાખોર અમેરિકી આગેવાનીવાળા દેશોના નાગરિકોને નિશાન બનાવવા અને શ્રીલંકાના ક્રિશ્ચિયન્સને નિશાન બનાવનાર સૈનિક ISISના હતા.' નિવેદનમાં આગળ કંઈ પણ કહેવામાં આવ્યુ નથી. મંગળવારે જ શ્રીલંકાના ઉપ-રક્ષામંત્રીએ જણાવ્યુ છે કે ઈસ્ટર સન્ડે પર થયેલા ધમાકાને ક્રાઈસ્ટ ચર્ચ હુમલાની પ્રતિક્રિયા ગણવામાં આવી છે. વળી, બીજી તરફ ભારતીય ઈન્ટેલીજન્સ એજન્સીઓ સાથે જોડાયેલા સૂત્રો તરફથી કહેવામાં આવ્યુ છે કે કોલંબોમાં ધમાકાને એકદમ આઈએસના આતંકીઓના અંદાજમાં અંજામ આપવામાં આવ્યો હતો. હજુ સુધી એનટીડજે અને આઈએસના આતંકીઓ વચ્ચે કોઈ સીધો સંબંધ માલુમ પડી શક્યો નહોતો પરંતુ તપાસ સાથે જોડાયેલા લોકોએ આ વાતને માની હતી.

ભારત કરી રહ્યુ છે તપાસમાં સપોર્ટ

ભારત, શ્રીલંકાને હુમલા બાદ તપાસ માટે ઈન્ટેલીજન્સ અને ટેકનિકલ સપોર્ટ આપી રહ્યુ છે. આ હુમલામાં જેમાં સાત આત્મઘાતી હતા, અત્યાર સુધી 310 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ 310માંથી 10 મૃતક ભારતીય છે. ભારતીય વિશેષજ્ઞો અને સીનિયર અધિકારીઓની માનીએ તો હુમલામાં આઈએસની છાપ જોવા મળે છે. ગયા વર્ષે મે મહિનામાં ઈન્ડોનેશિયા અને ફિલીપીંસમા ચર્ચ પર થતા હુમલા માટે આઈએસે જવાબદારી લીધી છે. સાથે ભારતીય એજન્સીઓ એ વાત પર પણ નજર રાખી રહી છે કે ક્યાંક તમિલનાડુ સ્થિત સંસ્થાને હુમલા સાથે કોઈ લેવાદેવા છે કે નહિ. તમિલનાડુ તોહીદ જમાત (ટીએનજે) નો આતંકવાદ સાથે કોઈ સીધો સંપર્ક નથી. પરંતુ આના પર નજર રાખવામાં આવી રહી છે કારણકે અધિકારીઓનું માનવુ છે સંસ્થા રેડીક્લાઈઝેશનમાં લાગી છે. સંસ્થા તરફથી પણ નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે. સંસ્થાના જનરલ સેક્રેટરી અબ્દુલ રહેમાન તરફથી કહેવામાં આવ્યુ છે કે શ્રીલંકા કે કોઈ બીજા દેશના સંગઠન સાથે તેમને કોઈ લેવાદેવા નથી અને તે સંપૂર્ણપણે એક સ્વતંત્ર સંસ્થા તરીકે કામ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ આલિયા જેવા લોકો બીજાના કામ છીનવે, મોટા પ્રોડ્યુસર પાસે ભીખ માંગે છેઃ રંગોલીઆ પણ વાંચોઃ આલિયા જેવા લોકો બીજાના કામ છીનવે, મોટા પ્રોડ્યુસર પાસે ભીખ માંગે છેઃ રંગોલી

English summary
ISIS has claimed the responsibility of Colombo attacks which killed more than 300 people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X