સરહદને પગે લાગીને ભારતની બેટી ઉઝમા, પરત ફરી માદરેવતન

Posted By:
Subscribe to Oneindia News

પાકિસ્તાનમાં ઠગાઇનો ભોગ બનેલી ભારતીય મહિલા ઉઝમા 25 દિવસ પછી વતન પરત ફરી છે. વાઘા બોર્ડર પર ગુરવારે બપોરે જ્યારે તેણે પહેલો પગ મૂક્યો તો તે ભારતની ધરતીને પગે લાગી અંદર આવી. ઉલ્લેખનીય છે કે ગત 25 દિવસોથી ઉઝમાએ પાકિસ્તાનમાં એક પછી એક અનેક યાતાના સહન કરી છે. અને તે બધુ સહન કર્યા પછી તે આજે વતન પરત ફરી છે. આ 25 દિવસોમાં ઉઝમાની બળજબરી પૂર્વક લગ્ન કરવામાં આવ્યા અને સાથે જ તેનું શારિરીક અને માનસિક શોષણ પણ કરવામાં આવ્યું. ત્યારે શું છે ઉઝમાની કહાની વિગતવાર જાણો અહીં...

મલેશિયા

મલેશિયા

દિલ્હીમાં રહેતી 20 વર્ષની ઉઝમા થોડા સમય પહેલા મલેશિયા ગઇ હતી. ત્યાં તે પાકિસ્તાનના રહેવાસી તાહિરને મળી હતી. તાહિર અહીં ટેક્સી ચલાવવાનું કામ કરતો હતો. ઉઝમા ભારત પરત ફરી અને તાહિર પાકિસ્તાન, પણ બન્ને વચ્ચે વાતચીત થતી રહી. આખરે બન્નેએ 1 મેના રોજ મળવાનો વિચાર કર્યો અને ઉઝમા તાહિરને મળવા માટે પાકિસ્તાન પહોંચી. તાહિરના પ્રેમમાં પહોંચેલી ઉઝમાને ત્યાં જઇને તાહિરની સચ્ચાઇ ખબર પડી. જેણે તેના પગ નીચેથી જમીન ખેંચી લીધી.

બળજબરીપૂર્વક લગ્ન

બળજબરીપૂર્વક લગ્ન

ઉઝમાને પાકિસ્તાન પહોંચીને ખબર પડી કે તાહિર પહેલેથી જ લગ્ન કરી ચૂક્યો છે. માટે તેણે જ્યારે ભારત પરત ફરવાની વાત કરી તો તાહિરે તેને ધમકાવી અને તેનાથી તેનો પાસપોર્ટ છીણવી લીધો. તે પછી તેણે ઉઝમા સાથે 3 મેના રોજ બળજબરપૂર્વક લગ્ન કર્યા. ઉઝમાએ જણાવ્યું કે તેના માથે બંધૂક રાખીને તેની પર નિકાહનામા પર સહી કરાવવામાં આવી હતી. તે પણ ઉઝમા સાથે માનસિક, શારિરીક અને યૌન શોષણ પણ કરવામાં આવ્યું.

ઉઝમા સામે આપી લડત

ઉઝમા સામે આપી લડત

જો કે આ શોષણ પછી પણ ઉઝમાએ હાર ના માની. તાહિરના માનસિક અને શારીરિક શોષણ પછી પણ ઉઝમાએ હાર ના માની. ભારતીય વીઝા માટે ઉઝમા તાહિરની સાથે જ્યારે ભારતીય હાઇ કમીશન પહોંચી તો ત્યાં જઇને તેણે તાહિર સાથે રહેવાનું ના પાડી દીધી અને કમિશનને કહ્યું કે તે ભારત પરત ફરવા માંગે છે. ઉઝમાએ 12મેના રોજ ઇસ્લામાબાદ કોર્ટમાં પોતાની સાથે થયેલી છેતરપીંડી પર જણાવ્યું. અને કોર્ટેને અપીલ કરી કે તે પોતાના વતન પરત ફરવા માંગે છે.

કોર્ટે પણ ઉઝમાની મદદ

કોર્ટે પણ ઉઝમાની મદદ

ઇસ્લામાબાદ હાઇકોર્ટે ઉઝમાની વાત માનતા તેને ભારત પરત ફરવાની છૂટ આપી. એટલું જ નહીં જસ્ટિસ મોહસિન અખ્તર કયાનીના નેતૃત્વ વાળી બેંચે ઉઝમાને વાઘા બોર્ડર સુધી પોલીસ સુરક્ષા પણ આપી. કોર્ટે દ્વારા તાહિરે છેલ્લી વાર ઉઝમાને મળવા માટે અપીલ કરી હતી. પણ ઉઝમાએ તેને મળવાની ના પાડી.

સુષ્મા સ્વરાજ

સુષ્મા સ્વરાજ

આ સમગ્ર મામલે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. સુષ્માએ આ સમગ્ર પ્રક્રિયા પર નજર બનાવી રાખી હતી. સાથે જ ગુરુવારે જ્યારે ઉઝમા ભારત પરત ફરી ત્યારે તેણે ટ્વિટ કર્યું કે ઉઝમા તારું સ્વાગત છે. અને તને તે પણ હાલતમાં પસાર થવું પડ્યું તે માટે મને દુખ છે. ઉલ્લેખનીય છે કે વાઘા બોર્ડરથી અમૃતસર અને ત્યાંથી દિલ્હી આવશે ઉઝમા. ત્યારે આ પહેલા તેના પરિવારે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનો આભાર માન્યો હતો.

English summary
Indian national Uzma, forced to marry in Pakistan return india read full story.
Please Wait while comments are loading...