માહિતી ચોરી મામલે અમેરિકામાં ભારતીય મૂળના એન્જિ.ની ધરપકડ

ન્યૂ જર્સીના માહવા નગરમાં રહેનાર કેતન કુમાર મનિયાર પર ગ્લોબલ મેડિકલ ટેક્નોલોજી કંપની બેક્ટર, ડિકિન્સન એન્ડ કંપની દ્વારા તૈયાર કરવામાં આવતા પ્રોડક્ટ્સ અંગે ગુપ્ત વ્યાવસાયિક માહિતી ચોરી કરવાનો આરોપ છે. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે એક નિવેદનમાં કહ્યું કે મનિયારને ચોરીના દસ્તાવોજો સાથે ન્યૂ જર્સીની હોટલ રામસેમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેની યોજના આ દસ્તાવેજ લઇને ભારત આવવાની હતી.
આરોપ અનુસાર, મનિઆર બીડીના ફ્રેંકલિન લેક્સ મુખ્યાલયમાં એન્જિનિયર તરીકે કાર્યરત હતો. તે ત્યાં સીરિંજ અને પેન ઇંજેક્ટર્સ નિર્માણ માટે જવાબદાર ગ્રૂપનો મેમ્બર હતો. આરોપોમાં કહેવાયું છે કે મનિયારની પહોંચ આ જ પ્રોડક્ટ્સ સાથે જોડાયેલ ગોપનીય કારોબારી જાણકારીઓ સુધી હતી. એમાંથી કેટલાંક પ્રોડક્ટ તો કમર્શિયલ સેલ્સ માટે જારી પણ ન્હોતા થયા.
એફબીઆઇ અનુસાર મનિયારે ગુપ્ત કારોબારી જાણકારીવાળી લગભગ 8000 ફાઇલો ડાઉનલોડ કરી લીધી હતી. આ વર્ષે મેમાં તેણે રાજીનામું આપી દીધું હતું. મનિયારને નેવાર્ક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી તેમણે આવતા અઠવાડીયા સુધી જેલ મોકલી દેવાયો છે. દોષી સાબિત થવા પર તેને 10 વર્ષની કેદ અને 250,000 ડોલરના દંડની સજા થઇ શકે છે.












Click it and Unblock the Notifications
