ભારતીય મુળના શાસ્તી કોનરાડ વોશિંગ્ટન સ્ટેટ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ બન્યા
શાસ્તી કોનરાડ યુએસમાં સ્ટેટ પાર્ટી ચેરપર્સન તરીકે પદ સંભાળનાર સૌથી યુવા અને પ્રથમ ભારતીય-અમેરિકન મહિલા બન્યા છે. 38 વર્ષીય શાસ્તી કોનરાડ 2018 થી રાજકીય અભિયાનો પર કામ કરી રહ્યા છે.
વોશિંગ્ટન : અમેરિકામાં વધુ ભારતીય ચર્ચામાં છે. ભારતીય-અમેરિકન રાજકીય સલાહકાર શાસ્ટી કોનરાડની વોશિંગ્ટન સ્ટેટ ડેમોક્રેટિક પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. પદ સંભાળતા જ શાસ્તી કોનરાડ યુએસમાં સ્ટેટ પાર્ટી ચેરપર્સન તરીકે પદ સંભાળનાર સૌથી યુવા અને પ્રથમ ભારતીય-અમેરિકન મહિલા બન્યા છે. 38 વર્ષીય શાસ્તી કોનરાડ 2018 થી રાજકીય અભિયાનો પર કામ કરી રહ્યા છે.

સ્ટેટ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ તરીકે પસંદગી પામ્યા બાદ તેમણે એક નિવેદનમાં કહ્યું કે, સ્ટેટ પાર્ટીના અધ્યક્ષ તરીકેની સફળતાને આગળ વધારવાનો અવસર મળ્યો તે બદલ સન્માનિત અનુભવુ છું. હું દરેક ડેમોક્રેટિક નેતાઓ સાથે કામ કરવા આતુર છું. આ દરેક મતદાતા માટે વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તેનો સંદેશો ઘરે પહોંચાડશે.
શાસ્ટી કોનરાડે 2017થી કિંગ કાઉન્ટી ડેમોક્રેટ્સના ભૂતપૂર્વ નેતા ટીના પોડલોડોવસ્કીની જગ્યા લીધી છે. ટીના પોડલોડોવસ્કીએ કહ્યું કે, હું મારા મિત્ર શાસ્તી કોનરાડની મિશાલ આપવા આતુર છું. શાસ્તી છેલ્લા છ વર્ષથી અમારા સંગઠનાત્મક પ્રયાસોનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સ્ટેટ પાર્ટીને બનાવવામાં મદદ કરી છે. જેના કારણે પાર્ટીએ રાજ્ય અને સંઘીય ચૂંટણીમાં સફળતા મેળવી છે.
આ મુદ્દે વોશિંગ્ટન સ્ટેટ ડેમોક્રેટિક પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યુ કે, આજે શાસ્તી કોનરાડ વોશિંગ્ટન સ્ટેટ ડેમોક્રેટ્સના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. કોનરાડ વોશિંગ્ટન સ્ટેટ ડેમોક્રેટ્સના અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા પ્રથમ અશ્વેત અને સૌથી યુવા મહિલા છે. તેઓ દેશમાં સ્ટેટ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ તરીકે નિમાયેલા પ્રથમ દક્ષિણ એશિયાઈ અને પ્રથમ ભારતીય મહિલા છે.
કોનરાડે 2018 થી 2022 સુધી માર્ટિન લ્યુથર કિંગ જુનિયર કાઉન્ટી ડેમોક્રેટ્સના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે. અહીં તેમણે પ્રથમ વખત સત્તા સંભાળી ત્યારે દેવામાં ડુબેલી કાઉન્ટી પાર્ટી સંગઠન માટે લગભગ 300,000 ડોલર ભેગા કર્યા હતા.












Click it and Unblock the Notifications
