સંયુક્ત રાષ્ટ્રમાં પીએમ નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્ય મુદ્દા
સંયુક્ત રાષ્ટ્ર: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી.ત્યારબાદ પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રની સભાને સંબોધિત કરી હતી.

પીએમ મોદીના ભાષણના મુખ્ય મુદ્દા
1). અજેન્ડા 2030નું વિઝન મહત્વકાંક્ષી અને સૌ માટે મહત્વનું છે.
2). આપણે સામાજીક, આર્થિક અને પર્યાવરણ પ્રતિ પરીપક્વ વિચાર સાથે આગળ વધી રહ્યાં છીએ.
3). આપણા નિર્ધારીત મુલ્યોમાં ગરીબી હટાવોનો મુદ્દો સૌથી ઉપર છે.
4) દુનિયામાં 1.3 બિલિયન લોકો ગરીબી રેખા હેઠળ જીવવા માટે મજબૂર છે.
5). આપણા માટે પ્રશ્ન માત્ર એ નથી કે ગરીબોની આવશ્યક્તાઓને કેવી રીતે પૂરી કરવામાં આવે. આ આપણી માત્ર નૈતિક જવાબદારી નથી. પરંતુ તે આપણું લક્ષ્ય છે.વિશ્વને શાંતિપૂર્ણ અને ન્યાયપૂર્ણ બનાવવુ પડશે.
6). આ માત્ર ભારતનો લક્ષ્ય નથી પણ સૌનો પવિત્ર હેતુ છે, કે આપણે સૌ મળીને ગરીબીને દૂર કરીએ.
7). હું હંમેશા બ્લુ રીવોલ્યુશનની ફેવરમાં રહ્યો છે, કે જેથી આપણાં નાના નાના ટાપુઓનો પણ વિકાસ થાય.
8) ભારતે વિકાસનો જે માર્ગ પસંદ કર્યો છે, તેમા અને સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલોપમેન્ટના કાર્યક્રમમાં ઘણી સમાનતાઓ છે.
9). અમે ગરીબોને શસક્ત બનાવીને ગરીબીને પરાજીત કરવાનો માર્ગ પસંદ કર્યો છે.
10). ગરીબોને શિક્ષણ આપવાની સાથે તેમને સ્કીલમાં પાવરફુલ બનાવવાનો માર્ગ પસંદ કર્યો છે.
11). દુનિયા પબ્લીક પ્રાઇવેટ સેક્ટર પાછળ ભાગી રહી છે, અમે પર્સનલ સેક્ટર પર ભાર આપ્યો છે.
12). મહિલા સશક્તિકરણ અમારા કાર્યક્રમોનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
13). અમે ખેતરોને બજાર સાથે જોડવાનું કામ કરી રહ્યાં છીએ. જેથી કુદરતી અનિશ્ચિતતાઓના કારણે ખેડુતોનું જોખમ ઓછામાં આછું થાય.
14). મેન્યુફેક્ચરીંગને રીવાઇવ કરી રહ્યાં છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરી રહ્યાં છીએ અને શહેરોને સ્માર્ટ બનાવી રહ્યાં છીએ.
15). સમૃદ્ધિ અંગે અમે જે માર્ગ પસંદ કર્યો છે, તેના માટે અમે કટિબદ્ધ છીએ.
પ્રધાનમંત્રીનું આખુય ભાષણ આપ વિડીયો પર ક્લીક કરીને સાંભળી શકો છો.












Click it and Unblock the Notifications
