Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કાબુલમાં ફસાયેલા ભારતીયો કરી રહ્યા છે મદદની પોકાર, પરિવારોના રોઈ-રોઈને હાલ બેહાલ

અફઘનિસ્તાનની ગંભીર સ્થિતિ વચ્ચે જે રીતે તાલિબાને કાબુલ પર પોતાનુ નિયંત્રણ કરી લીધુ છે તે બાદ અહીં ફસાયેલા ભારતીય નાગરિકો ભારત સરકાર પાસે મદદની પોકાર કરી રહ્યા છે.

કાબુલઃ અફઘનિસ્તાનની ગંભીર સ્થિતિ વચ્ચે જે રીતે તાલિબાને કાબુલ પર પોતાનુ નિયંત્રણ કરી લીધુ છે તે બાદ અહીં ફસાયેલા ભારતીય નાગરિકો ભારત સરકાર પાસે મદદની પોકાર કરી રહ્યા છે. કાબુલમાં ફસાયેલા ભારતીય નાગરિકોએ ભારત સરકારને અપીલ કરી છે કે તેમને અહીંથી બહાર કાઢવામાં આવે. યુપીના ચંદોલીના રહેવાસી સૂરજે કહ્યુ કે અમારો પરિવાર કોઈ પણ સ્થિતિમાં અહીંથી બહાર નીકળવા માંગે છે. અમે હેલ્પલાઈન નંબર પર ફોન કર્યો હતો પરંતુ અમને તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી, જો કે અમને એક મેસેજ મળ્યો છે.

kabul india

સ્થિતિ પર સરકારની નજર

સૂરજ કાબુલમાં વેન્ડર તરીકે કામ કરે છે અને તે આ વર્ષે જાન્યુઆરીમાં જ કાબુલ પહોંચ્યા છે. તેના માતા-પિતા પત્ની અને દીકરો તેમજ ભાઈ યુપીના મુગલસરાયના ચંદોલીમાં રહે છે. વળી, વિદેશ મંત્રાલયનુ કહેવુ છે કે અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને સતત ઉચ્ચ સ્તરે આનુ મૉનિટરીંગ કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ કહ્યુ કે છેલ્લા અમુક દિવસોમાં કાબુલમાં સુરક્ષાની સ્થિતિ ઘણી બગડી ગઈ છે.

ભારતના સંપર્કમાં વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ અમને એ અંગેની માહિતી છે કે ભારતના અમુક નાગરિકો હજુ પણ અફઘાનિસ્તાનમાં છે જે પાછા ભારત આવવા માંગે છે, અમે તેમના સંપર્કમાં છીએ. આ દરમિયાન ભારતીય વાયુસેના તરફથી એરફોર્સ સી-17ને અફઘાનિસ્તાનના કાબુલમાં મોકલવામાં આવ્યુ છે જ્યાંથી 120 ભારતીય અધિકારીઓને લઈને આજે વિમાન ભારત પાછુ આવી રહ્યુ છે. આમાં ભારતીય દૂતાવાસના કર્મી, આઈટબીપીના જવાનો અને ચાર મીડિયા પર્સન શામેલ છે.

અફઘાનિસ્તાન સેલની રચના કરવામાં આવી

વિદેશ મંત્રાલય તરફથી એક અફઘાનિસ્તાન સેલની રચના કરવામાં આવી છે જેના દ્વારા અફઘાનિસ્તાન સાથે જોડાયેલા મુદ્દાને ઉકેલી શકાશે. વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ કે અફઘાન શીખ અને હિંદુ સમુદાયના પ્રતિનિધિઓ સાથે અમે સતત સંપર્કમાં છે. અમે એ લોકોને ભારત વાપસીની સુવિધા આપીશુ જે અફઘાનિસ્તાન છોડવા માંગે છે. નોંધનીય વાત છે કે સોમવારે કાબુલ એરપોર્ટ પર હજારોની સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ ગઈ જે લોકો ગમે તેમ કરીને દેશમાંથી બહાર જવા માંગતા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X