For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ડોનેશિયા વિમાન ક્રેશમાં બધા જ 189 યાત્રીઓની મૌત

ઇન્ડોનેશિયામાં સોમવારે થયેલા વિમાન ક્રેશમાં બધા જ 189 યાત્રીઓની મૌત થયાની પુષ્ટિ થઇ ચુકી છે.

|
Google Oneindia Gujarati News

ઇન્ડોનેશિયામાં સોમવારે થયેલા વિમાન ક્રેશમાં બધા જ 189 યાત્રીઓની મૌત થયાની પુષ્ટિ થઇ ચુકી છે. ન્યુઝ એજેન્સી એએફપી રિપોર્ટ અનુસાર દુર્ઘટના સ્થળ પર રેસ્ક્યુમાં લાગેલી એજેન્સી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે લગભગ બધા જ યાત્રીઓની મૌત થઇ ચુકી છે. ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તાથી 6.10 વાગ્યે Lion Air flight JT610 ઘ્વારા ઉડાન ભરવામાં આવી. પરંતુ થોડી જ મિનિટોમાં વિમાન અને રડાર વચ્ચેનો સંપર્ક તૂટી ગયો. ત્યારપછી વિમાન ક્રેશ થઈને ઇન્ડોનેશિયાના જાવા સમુદ્રમાં પડ્યું.

Indonesia Flight Crash

સર્ચ ઓપરેશનમાં લાગેલી રેસ્ક્યુ ટીમે વિમાન ક્રેશની જગ્યા વિશે માહિતી મેળવી લીધી છે અને લાશોને બહાર કાઢવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ વિમાનમાં 178 વ્યસ્ક પેસેન્જર, 1 બાળક, 2 બેબી, 2 પાયલેટ અને 5 ફ્લાઈટ અટેન્ડન્સ હાજર હતા. રેસ્ક્યુ એજેન્સી અનુસાર વિમાન ક્રેશ થયા પછી જાવા સમુદ્રમાં 30 મીટર અંદર પડ્યું.

રડાર સાથે સંપર્ક તૂટતાં પહેલા ગ્રાઉન્ડ અધિકારીઓએ પાયલોટને પાછા ફરવા માટે જણાવ્યું હતું પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું. વિમાન કંપનીના સીઈઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે રવિવારે સાંજે જ વિમાનમાં ટેક્નિકલ ખામી વિશે જણાવવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે વિમાન આજે સવારે જાકાર્તાથી પંગકાળ પિનાંગ તરફ જવા માટે રવાના થયું હતું.

વિમાન દુર્ઘટના પછી સરકારે આ મામલે જાંચના આદેશ આપ્યા છે. વર્ષ 2014 દરમિયાન એર એશિયા ફ્લાઈટ 8501 ઇન્ડોનેશિયામાં ક્રેશ થઇ હતી, જેમાં 155 લોકોની મૌત થઇ હતી.

English summary
Indonesia Flight Crash: All 189 passengers feared kill
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X