સિડની ઘેરો: ઇન્ફોસિસ ટેકી ભારત પરત આવશે, પરિવારને હાંશકારો
સિડની/નવી દિલ્હી, 16 ડિસેમ્બર : ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલા માર્ટિન પ્લેસ વિસ્તારના એક કાફે લિન્ટમાં ISISના આતંકવાદીઓએ બંધક બનાવેલા લોકો પૈકી એક ભારતીય અને ઇન્ફોસિસના કર્મચારી અંકીરેડ્ડી વિશ્વનાથ છૂટવામાં સફળ થતા તેમના ભારત ખાતેના પરિવારે હાંશકારો અનુભવ્યો છે.
પોલીસોએ ગઈ કાલે લિન્ટ કાફેમાં ધસી જઈને 16 કલાકથી તેનો કબજો લઈ અનેકને બંદી બનાવનાર ઈરાની બંદૂકધારીને ખતમ કરી દીધો હતો. આ અંગે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારતીય બંધક છૂટી ગયો છે અને ટૂંક સમયમાં ઘરે પરત ફરશે.

વિશ્વકાંત આંધ્ર પ્રદેશા ગુન્ટુરનો રહેવાસી છે અને તે ઈન્ફોસીસ કંપની માટે ઓસ્ટ્રેલિયામાં કામ કરવા ગયો છે. કેફેમાં 16 કલાક સુધી બંધક હાલતમાં રહેલા વિશ્વકાંતનું સિડની પોલીસે ઉગારી લેવાયા બાદ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે.
વિશ્વકાંતના પિતા ઈશ્વર રેડ્ડીએ પણ કહ્યું છે કે તેમનો પુત્ર સુરક્ષિત છે. ઈશ્વર રેડ્ડીએ જણાવ્યું છે કે વિશ્વકાંત ગઈ કાલે સવારે તેની ઓફિસે જવા નીકળ્યો હતો અને લગભગ 10 વાગ્યે લિન્ટ કાફેમાં ગયો હતો, પણ ત્યાં બંદૂકધારીએ તેને તથા અન્યોને બાનમાં પકડી લીધા હતા.
ઈશ્વર રેડ્ડીએ સિડનીમાં તેમના પુત્રવધુ સાથે ફોન પર વાત કરી હતી અને વધારે વિગત મેળવી હતી. વિશ્વકાંત તેની પત્ની સાથે લગભગ છ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે. દંપતીને એક પુત્રી છે. વિશ્વકાંત ઓસ્ટ્રેલિયામાં ઈન્ફોસીસ વતી બેન્કો માટે કામ કરે છે.












Click it and Unblock the Notifications
