For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈરાને માન્યુ, ભૂલથી ક્રેશ થઈ ગયુ હતુ યુક્રેનનુ વિમાન, 176 મુસાફરો માર્યા ગયા હતા

ઈરાને માની લીધુ છે કે તેમણે ‘અજાણતા' યુક્રેનના પેસેજજર જેટને મંગળવારે નિશાન બનાવી દીધુ હતુ. ઈરાનની મિલિટ્રી તરફથી આ નિવેદન જારી કરવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ઈરાને માની લીધુ છે કે તેમણે 'અજાણતા' યુક્રેનના પેસેન્જર જેટને મંગળવારે નિશાન બનાવી દીધુ હતુ. ઈરાનની મિલિટ્રી તરફથી આ નિવેદન જારી કરવામાં આવ્યુ છે. નિવેદનમાં 'માનવીય ભૂલ'ને ક્રેશ માટે જવાબદાર ગણવામાં આવી હતી. ઈરાને કહ્યુ છે કે જે કોઈ પણ આની પાછળ જવાબદાર હશે તેને જરૂર સજા આપવામાં આવશે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલ તણાવ દરમિયાન બુધવારે યુક્રેનના એક પ્લેન ક્રેશે બધાના હોશ ઉડાવી દીધા હતા. આ પેસેન્જર પ્લેન તહેરાન સ્થિત ઈમામ ખોમનેઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ટેક ઑફ કરતા જ ક્રેશ થઈ ગયુ હતુ. યુક્રેનના પ્લેન ક્રેશમાં બધા 176 મુસાફરોના મોત નીપજ્યા હતા.

tehran plane crash

આ જેટ યુક્રેન ઈન્ટરનેશનલ એરલાઈન્સનુ બોઈન્ગ 737-800 હતુ. તેણે ઈરાનની રાજધાની તહેરાનથી યુક્રેનની રાજધાની કીવ માટે ટેક ઑફ કર્યુ હતુ. જેટ પર 167 મુસાફરો અને નવ ક્રૂ મેમ્બર્સ હતા. જે મુસાફરો પ્લેન પર સવાર હતા તેમાં 82 ઈરાની અને 63 નાગરિક કેનાડાના હતા. જ્યારે 11 નાગરિક યુક્રેનના હતા. યુક્રેન ઑથોરિટીઝે આ અંગેની શંકા પહેલા જ વ્યક્ત કરી દીધી હતી કે પ્લેન કોઈ મિસાઈલ હુમલાનો શિકાર બન્યુ છે.

જે સમયે આ દૂર્ઘટના બની તેના અમુક કલાકો પહેલા જ ઈરાને અમેરિકી દૂતાવાસ પર મિસાઈલથી હુમલા કર્યા હતા. ફ્લાઈટ રડાર 24 સાઈટ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ બોઈંગ 737-800ને ટેક ઑફ કર્યા બાદ રડાર પર લગભગ 24000 મીટરની ઉંચાઈએ છેલ્લી વાર જોવામાં આવ્યુ હતુ. વેબસાઈટ મુજબ ઈરાને જ્યારે પડોશી ઈરાકમાં સ્થિત અમેરિકી દૂતાવાસ પર બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો તેના થોડા કલાક બાદ આ જેટે ટેક ઑફ કર્યુ હતુ. વેબસાઈટ ફ્લાઈટ રડાર 24, દુનિયાભરમાં ફ્લાઈટ્સના ઑપરેશન્સ પર નજર રાખે છે.

આ પણ વાંચોઃ સીકરમાં -1.8 ડિગ્રીએ પહોંચ્યો પારો, આ સ્થળોએ થઈ શકે છે વરસાદઆ પણ વાંચોઃ સીકરમાં -1.8 ડિગ્રીએ પહોંચ્યો પારો, આ સ્થળોએ થઈ શકે છે વરસાદ

English summary
Iran admits that it had unintentionally shot down Ukrainian passenger jet in Tehran.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X