For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇરાનમાં હવે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર પણ પ્રતિબંધ

|
Google Oneindia Gujarati News

social apps
તેહરાન, 22 સપ્ટેમ્બર: ઇરાની ન્યાયપાલિકાએ સંચાર મંત્રીને દેશમાં વૉટ્સ અપ, વાઇબર અને ટેંગો જેવા સોશિયલ નેટવર્કિંગ સાઇટો પર તુરંત પ્રતિબંધ લગાવવાના આદેશ આપ્યા છે. ઇરાનની ન્યાયપાલિકાએ મોટાભાગના સોશિયલ નેટવર્કિંગ સાઇટો પર થઇ રહેલા અપમાનજનક સંદેશોના પ્રસારને રોકવા હેઠળ આ આદેશ જારી કર્યા છે.

એક સ્થઆનીય સમાચાર એજન્સી અનુસાર ઇરાનના મહાધિવક્તા ગુલામ-હુસૈન મૌહસેની એજેઇએ મંત્રીને સંદેશ મોકલવાની એવી સેવાઓની વિરુદ્ધ તત્કાલ કાર્યવાહી કરતા પ્રતિબંધ લગાવવાની માંગ કરી. તેમણે આદેશ પત્રમાં જણાવ્યું કે સોશિયલ સાઇટના કારણે ઇસ્લામ અને નૈતિક મૂલ્યો વિરુદ્ધ અશ્લીલ અને અપરાધિક સામગ્રિઓનો પ્રસાર થઇ રહ્યો છે.

ગુલામ હુસૈને એ પણ લખ્યું છે કે કેટલીક સામગ્રીઓનો પ્રસાર વિદેશી સરકાર ઇરાનની વ્યવસ્થાને છિન્ન-ભિન્ન કરવા માટે મોકલી રહી છે. આ આદેશનો સખતાઇથી પાલન કરવાનો નિર્દેશ આપતા તેમણે જણાવ્યું કે જો સૂચના મંત્રી આની પર પ્રતિબંધ લગાવવામાં અસફળ રહે તો ન્યાયપાલિકા પોતે આની પર કાર્યવાહી કરી શકે છે.

અત્રે નોંધનીય છે કે આ પ્રકારના મુદ્દાને લઇને 2006માં ઇરાને યૂટ્યૂબ પર પ્રતિબંધ લગાવી દીધો હતો, જેને બાદમાં હટાવી લેવાયો. ત્યારબાદ 2012માં 'ઇનોસેંસ ઓફ મુસ્લિમ્સ' ફિલ્મના ટ્રેલરના પ્રસારિત થયા બાદ ઇરાને યૂટ્યૂબની સાથે સાથે ગૂગલ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.

English summary
Social networking apps block in Iran.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X