ઈઝરાયલને હવે માત્ર ભારત જ રોકી શકે છે, ઈરાની રાજદૂતે કરી અપીલ
Iran Israel conflict: ઈઝરાયલે ગાઝા પટ્ટીમાં હમાલ માટે નર્કના દ્વારા ખોલી દીધા છે. સતત હવાઈ હુમલા સહન કર્યા બાદ હમાલની સ્થિતિ દયનીય થઈ હઈ છે. રવિવારની વહેલી સવારે પણ ગાઝા મસ્જિદ પર ઈઝરાયલે હવાઈ હુમલો કર્યો હતો.
મસ્જિદ પર કરવામાં આવેલા આ હુમલામાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અંગે પેલેસ્ટાઈનની એક હોસ્પિટલ દ્વારા માહિતી આપવામાં આવી છે.
મધ્ય ગાઝા પટ્ટીમાં દેર અલ બાલાહમાં અલ અક્સા હોસ્પિટલ નજીક મસ્જિદમાં લોકો પેલેસ્ટિનિયન પ્રદેશ સાથે ઇઝરાયલના યુદ્ધની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. ત્યારે ઈઝરાયલી સેના દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
ઘટનાના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. આ મસ્જિદનો ઉપયોગ વિસ્થાપિત લોકોને રહેવા માટે કરવામાં આવે છે, તેમાં ઘણા લોકો હતા.

ઇઝરાયલી સેનાએ આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે હમાસના આતંકવાદીઓ પર ચોક્કસ હુમલો કર્યો હતો, જેઓ એક બિલ્ડિંગમાં બિલ્ટ ઇન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં કાર્યરત હતા.
ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગાઝા પર ઇઝરાયલના સતત લશ્કરી હુમલામાં અત્યાર સુધીમાં અંદાજે 42,000 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે.
ઇઝરાયેલ-પેલેસ્ટિનિયન સંઘર્ષ દાયકાઓ જૂનો છે. પેલેસ્ટિનિયન હમાસ આતંકવાદીઓએ 7 ઓક્ટોબર, 2023 ના રોજ દક્ષિણ ઇઝરાયલ પર હુમલો કર્યો, જેમાં 1,200 લોકો માર્યા ગયા અને લગભગ 250 લોકોને બંધક બનાવ્યા હતા. જે બાદ આ સંઘર્ષ લોહીયાળ બની ગયો છે.
ભારતમાં ઈરાનના રાજદૂત ઈરાજ ઈલાહીએ જણાવ્યું હતું કે, ઈઝરાયલ સાથે ભારતના ઘણા સારા સંબંધો છે. ભારત શાંતિ પ્રક્રિયામાં રચનાત્મક ભૂમિકા ભજવી શકે છે, અને ઇઝરાયલને ગાઝામાં નરસંહાર રોકવા માટે સારી રીતે સમજાવી શકે છે.
ઈરાજ ઈલાહીએ જણાવ્યું હતું કે, ભારત એક ઉભરતી અને મહાશક્તિ છે. ભારત બિનજોડાણવાદી ચળવળના પ્રેરક અને સ્થાપક છે.
તાજેતરમાં ભારતે ગ્લોબલ સાઉથનો ધ્વજ લહેરાવ્યો છે. તેથી ભારતની કેટલીક જવાબદારી છે.
શાંતિ પ્રક્રિયાની રૂપરેખા વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબામાં ઈલાહીએ જણાવ્યું હતું કે, એકમાત્ર ઉકેલ એ છે કે પેલેસ્ટિનિયન લોકોને વંચિત રાષ્ટ્ર તરીકે તેમના અધિકારો આપવામાં આવે.
ઈરાજ ઈલાહીએ ઈઝરાયલ પર ઈરાનના મિસાઈલ હુમલાને જવાબ ગણાવ્યો હતો. તેલ અવીવને આવા ગુનાનું પુનરાવર્તન કરતા અટકાવવા અને પોતાનો બચાવ કરવા માટે તેહરાન પાસે બીજો કોઈ વિકલ્પ નથી.
ઈરાજ ઈલાહીએ જણાવ્યું હતું કે, હાલ ગાઝામાં નરસંહાર કરવામાં આવી રહ્યો છે, અને પશ્ચિમી દેશો તેના પર મૌન છે. પ્રદેશમાં ઈઝરાયલના ગુનાઓને રોકવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવી રહ્યા નથી.
ઈરાજ ઈલાહીએ ઈઝરાયલને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ઈરાનના ઓઈલ બેઝ પરના હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. આવી ક્રિયાના પરિણામો હાનિકારક અને પીડાદાયક હશે.












Click it and Unblock the Notifications
