મહિલાઓ નહીં બની શકે રાષ્ટ્રપતિ

પર્યવેક્ષકોનું કહેવું છે કે ઇરાનના સંવિધાનમાં મહિલાઓની રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા અંગે કોઇ સ્પષ્ટ મનાઇ નથી. આ સંદર્ભમાં આવેલી આ નવી વ્યાખ્યાએ હાલ મહિલાઓની પાત્રતાને લઇને ચાલી રહેલી ચર્ચા પર વિરામ લાવી દીધો છે. અર્ધ સરકારી સમાચાર એન્જીસ મેહર અનુસાર જનાબ યઝ્દીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, કાયદા અનુસાર મહિલાઓ ના તો રાષ્ટ્રપતિ થઇ શકે છે અને ના તો તેના માટે ચૂંટણી લડી શકે છે.
મહિલાઓ ઇરાનની સંસદીય ચૂંટણીમાં ભાગીદાર થઇ શકે છે અને આ પ્રકારે મહિલાઓ દેશમાં કાયદા-નિર્માતાની ભૂમિકા નિભાવી શકે છે. ઇરાની સંવિધાન અનુસાર વર્તમાન રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદ ત્રીજીવાર રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડી શકે. આ વર્ષે રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં કુલ 686 ઉમેદવારોએ નામાંકન ભર્યું છે. ઉમેદવારોની અંતિમ યાદી મંગળવારે જાહેર કરવામાં આવે.આશા છે કે અંતિમ યાદીમાં અમુક પસંદગીયુક્ત લોકોના જ નામ રહેશે.
2009ની રાષ્ટ્રપતિની ચૂંટણીમા 475 ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યુ હતુ પરંતુ ગાર્ડિયન કાઉન્સિલએ માત્ર ચાર ઉમેદવારોના નામાંકનને જ પોતાની મંજૂરી આપી હતી. વિપક્ષી દળએ 2009મા ચૂંટણી પરિણામનો વિરોધ કર્યો હતો. આ પરિણામ વિરુદ્ધ રસ્તા પર પ્રદર્શન પણ થયા હતા. સુધારાવાદી ઉમેદવાર મીર હોસૈન મુસાવી અને મેહદી કરૌબીને નજરબંદ કરી દેવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
