For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાથી નહીં ગભરાય ભારત, ઈરાનથી ઓઇલ ખરીદવાનું ચાલુ રહેશે

અમેરિકાની ધમકીઓ પછી પણ ભારત ઈરાનથી ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે. એટલું જ નહીં પરંતુ ઈરાન અને ભારત વચ્ચે આર્થિક સહયોગ પણ ચાલુ જ રહેશે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાની ધમકીઓ પછી પણ ભારત ઈરાનથી ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે. એટલું જ નહીં પરંતુ ઈરાન અને ભારત વચ્ચે આર્થિક સહયોગ પણ ચાલુ જ રહેશે. ઈરાની વિદેશ મંત્રી જેઓ હાલમાં ન્યુયોર્કમાં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી સત્રમાં હાજર છે, તેમના ઘ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. ઈરાની વિદેશ મંત્રી મોહમ્મદ જાવેદ જાફરી અને ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ વચ્ચે ગુરુવારે મુલાકાત થઇ. આ મુલાકાત પછી જાફરી તરફથી નિવેદન આપવામાં આવ્યું છે. જાફરીનું નિવેદન એવા સમયે આવ્યું છે જયારે અમેરિકા તરફથી એવા દેશોને ધમકી આપવામાં આવી રહી છે કે જેઓ ચાર નવેમ્બર પછી ઈરાન પાસેથી ઓઇલ ખરીદશે અથવા તેમની સાથે કોઈ પણ પ્રકારનો આર્થિક સંબંધ રાખશે.

ઓઇલ ઉત્પાદન કરતો ત્રીજો સૌથી મોટો દેશ

ઓઇલ ઉત્પાદન કરતો ત્રીજો સૌથી મોટો દેશ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ મેં મહિનામાં ઈરાન સાથે થયેલા પરમાણુ કરારથી પોતાના દેશને બહાર કરી લીધું. ત્યારપછી તેઓ ઈરાન પર નવા પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી ચુક્યા છે. ઈરાન, ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિન્ગ કંટ્રીમાં ઓઇલ ઉત્પાદન કરતો ત્રીજો સૌથી મોટો દેશ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ સતત ધમકીઓ આપી રહ્યા છે

ડોનાલ્ડ ટ્રમ્પ સતત ધમકીઓ આપી રહ્યા છે

અમેરિકા પોતાના સાથી દેશો પર દબાવ બનાવી રહ્યું છે કે તેઓ ચાર નવેમ્બર સુધી ઈરાનથી ઓઇલ આયાત ઝીરો કરે. મોહમ્મદ જાફરી સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરવામાં આવી મિટિંગ પત્યા પછી તેમને કહ્યું કે "અમારા ભારતીય મિત્ર હંમેશા આર્થિક સહયોગ અને ઈરાનથી ઓઇલ આયાત કરવા માટે પ્રતિબદ્ધ છે"

ચીન પછી ભારતનો નંબર

ચીન પછી ભારતનો નંબર

ભારત ઈરાન માટે બીજો સૌથી મોટો દેશ છે, જે ઓઇલ ખરીદે છે. ભારત પહેલા ચીનનો નંબર આવે છે અને ચીને પહેલાથી જ ઈરાન પાસેથી ઓઇલ આયાત ઘટાડી નાખી છે. પરંતુ હજુ સુધી આ વાત સ્પષ્ટ નથી કે ચીન પુરી રીતે ઈરાન પાસેથી ઓઇલ આયાત બંધ કરશે કે નહીં. ઈરાન વિદેશમંત્રી જાફરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભારત અને ઈરાન વચ્ચે એક આર્થિક સહયોગ છે, જેમાં ઉર્જા સહયોગ પણ શામિલ છે.

ફ્રી શિપિંગ અને ખુબ જ મોટા ક્રેડિટ પિરિયડ પર ઓઇલ

ફ્રી શિપિંગ અને ખુબ જ મોટા ક્રેડિટ પિરિયડ પર ઓઇલ

ઈરાન તરફથી ભારતને ફ્રી શિપિંગ અને ખુબ જ મોટા ક્રેડિટ પિરિયડ પર ઓઇલ આપવાની રજૂઆત કરવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં ભારતે પણ ઈરાન પાસેથી ઓઇલ આયાત વધારવાની યોજના બનાવી છે. જાફરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઈરાન ભારત સાથે સંબંધ વધારવા માંગે છે.

English summary
Iranian Foreign Minister has said India is committed to buying oil from Iran even after US threat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X