For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ઇરાન પર હુમલો થયો તો ઇઝરાયલને કરી નાંખીશું તબાહ'

By Super
|
Google Oneindia Gujarati News

ayatollah_khamenei
તેહારન, 22 માર્ચઃ ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયતુલ્લાહ અલી ખામનેઇએ ઇરાનના નવા વર્ષ નૌરોજના અવસરે રાષ્ટ્રીય ટેલિવિઝન પર રાષ્ટ્રના નામે પોતાના સંદેશમાં ચેતવણી આપતા કહ્યું છે કે જો ઇરાન પર હુમલો થશે તો તેલાવીવ અને હાઇફા જેવા ઇઝરાયલના પ્રમુખ શહેરોને નિશાન બનાવવામાં આવશે અને તેને સંપૂર્ણપણે બરબાદ કરી દેવામાં આવશે.

પોતાના સંદેશમાં ખામનેઇએ કહ્યું કે, યહુદી રાષ્ટ્રના નેતા આપણી પણ સૈન્ય હુમલો કરવાની ધમકી આપે છે. હું સમજુ છે કે તેઓ જાણે છે અને જો નથી જાણતા તો તેમણે જાણી લેવું જોઇએ કે જો તેઓ આવી ભૂલ કરશે તો તેલાવીવ અને હાઇફાને ઇરાન તબાહ કરી નાંખશે.

તેમણે એમપણ કહ્યું કે ઇરાનના પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકા સાથે સીધી વાતચીતના નિર્ણય પર તેમને વધારે આશા નથી. ખામનેઇનું આ નિવેદન ઇઝરાયલ પ્રધાનમંત્રી બેન્યામિન નેતન્યાહના એ નિવેદનના બીજા દિવસે આવ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે ઇરાન તરફથી કોઇપણ સંભવિત જોખમને જોતા ઇઝરાયલ પોતાના બચાવમાં કોઇપણ પગલું ઉઠાવી શકે છે.

ઇઝરાયલના પ્રવાસ પર ગયેલા અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ કંઇક આ જ પ્રકારી વાતો કરી હતી અને ઇઝરાયલને અમેરિકાનો સૌથી મોટો મિત્ર દેશ ગણાવ્યો હતો. ઓબામાએ ઇરાન અંગે કહ્યું હતું કે અમે બન્ને પોતાના નિર્ણય પર એકજૂટ છીએ, એટલે કે ઇરાનને પરમાણુ હથિયાર બનાવવા દેવામાં નહીં આવે. અમે આ સમસ્યાને રાજકિય સ્તર પર વાતચીત થકી હલ કરવા માંગીએ છીએ અને તેને હજુ સમય છે. ઇરાનના નેતાઓ સમજવું જોઇએ તેમણે આંતરરાષ્ટ્રીય જવાબદારી નિભાવવી જોઇએ.

English summary
Iran’s Supreme Leader Ayatollah Ali Khamenei has warned that his country would annihilate the Israeli cities of Tel Aviv and Haifa if it were attacked by Israel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X