આઇરિશ ન્યુઝપેપરે કેટના ટોપલેસ ફોટો મુદ્દે એડિટરને બરતરફ કર્યા

kate middleton
લંડન, 18 સપ્ટેમ્બર : ન્યુઝપેપર આઇરિશ ડેઇલી સ્ટારના માલિકોએ જણાવ્યું છે કે બ્રિટનના રૉયલ ફેમિલિના પ્રિન્સ વિલિયમના પત્ની કેટ મિડલટન, ધ ડચેઝ ઓફ કેમ્બ્રિજના ટોપલેસ ફોટો પ્રકાશિત કરનારા એડિટરને બરતરફ કર્યા છે.

ન્યુઝપેપર આઇરિશ ડેઇલી સ્ટારની માલિકી ધરાવતી કંપની ઇન્ડિપેન્ડેન્ટ સ્ટાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાત્કાલિક અસરથી આઇરિશ ડેઇલી સ્ટારના એડિટર માઇકલ ઑ-કાનેને બરતરફ કરવામાં આવ્યા છે. આ બાબતે આંતરિક તપાસ સમિતિ પણ રચવામાં આવી છે.

ન્યુઝપેપરે આયર્લેન્ડ એડિશનમાં કેટ મિડલટનના કેટલાક ટોપલેસ ફોટો પ્રકાશિત કર્યા હતા. જો કે તેમણે યુકેની એડિશનમાં પ્રકાશિત કર્યા ન હતા. કેટ મિડલટનના ટોપલેસ ફોટો સૌ પ્રથમ ફ્રેન્ચ સામાયિક ક્લૉઝરમાં પ્રકાશિત થયા હતા.

આયર્લેન્ડના ન્યાય પ્રધાન એલન શટરે જણાવ્યું હતું કે ન્યુઝપેપર દ્વારા લેવામાં આવેલા પગલાને ધ્યાનમાં રાખીને આઇરિશ પ્રાઇવસી લૉને ફરીથી લાવવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X