For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISISની ધમકી, ચીનમાં વહેશે લોહીની નદી

અડધા કલાકના વીડિયોમાં આઇએસઆઇએસ દ્વારા ચીનમાં લોહીની નદી વહેવડાવવાની ધમકી આપવામાં આવી છે. ચીનના ઉઇગ્યૂર પ્રાંતના મુસલમાનો આઇએસઆઇએસમાં શામેલ છે અને તેમણે ચીન પરત ફરવાની ધમકી આપી છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

આઇએસઆઇએસ ના એક વીડિયોએ હાલ ચીન ને ખૂબ ડરાવ્યું છે. આ આતંકી સંગઠનના આતંકવાદી ઓએ કસમ ખાધી છે કે, ચીનના ઉઇગ્યૂર સમુદાયના લોકો ચોક્કસ પોતાના ઘરે પાછા ફરશે અહીં નદીની જેમ લોહી વહેશે. અમેરિકા સ્થિત સાઇટ ઇન્ટેલિજન્સ ગ્રુપ દ્વારા આ મેસેજ ટ્રેક કરવામાં આવ્યો છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, આ સાથે આ પહેલો એવો પ્રસંગ છે જ્યારે ચીન નિશાના પર હોવાની વાત કહેવામાં આવી છે.

isis china threat

ઇરાકની આઇએસઆઇએસ શાખા તરફથી આપવામાં આવી ધમકી

આઇએસઆઇએસ તરફથી આ ધમકી અડધા કલાકના એક વીડિયોમાં આપવામાં આવી છે, જે સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. વેસ્ટર્ન ઇરાકમાં હાજર આઇએસઆઇએસની એક શાખા તરફથી આ ધમકી આપવામાં આવી છે. આ વીડિયોમાં ચીનના ઉઇગ્યૂર પ્રાંતના આતંકીઓ નજરે પડે છે. સાઇઠ દ્વારા જ આ ફૂટેજ એનલાઇઝ કરવામાં આવી છે. ચીન છેલ્લા ઘણા વર્ષોથી ઉઇગ્યૂરના અલગાવવાદીઓને પશ્ચિમી શિનજિયાંગ પ્રાંતમાં થયેલા હુમલા માટે દોશ આપી રહ્યું છે. ચીન દ્વારા ચેતવણી પણ આપવામાં આવી હતી કે, આ પ્રાંતના આતંકી સંગઠનનો સંબંધ દુનિયાભરના જેહાદી સંગઠનો સાથે હોઇ શકે છે. આ વીડિયોમાં આતંકીઓ ચીનને ધમકી આપવાની સાથે જ એક જાસૂસને મારતા પણ નજરે પડે છે. વીડિયોમાં આતંકીએ કહી રહ્યાં છે, અમારા લોકો જે કહી રહ્યાં છે એ તમે ચીની લોકો નહીં સમજો. અમે ખલીફાના સૈનિક છીએ, તમારા સુધી પહોંચીને રહીશું, ત્યાં લોહીની નદી વહેવડાવીશું.

15 ફેબ્રુઆરીએ થયો હતો આતંકી હુમલો

શિનજિયાંગ પ્રાંતના પિશાનમાં 15 ફેબ્રુઆરીના રોજ એક આથંકી હુમલો થયો હતો, જેમાં આતંકવાદીઓએ છરી દ્વારા લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 5 લોકો ઘાયલ થયા હતા અને 5 લોકો મૃત્યુ પામ્યા હતા. ચીનના શિનજિયાંગમાં થયેલો આ પહેલો આતંકી હુમલો નહોતો. શિનજિયાંગ ચીનનો મુસ્લિમ આબાદીવાળો વિસ્તાર છે અને અહીં થયેલો હુમલો સૌથી તાજી ઘટના છે. આ હુમલાથી ચીનની ઊંઘ હરામ થઇ ગઇ હતી.

અહીં વાંચો - ISIS મુખિયા બગદાદીએ પોતાના લડવૈયાઓને આપી ફેરવેલ સ્પિચઅહીં વાંચો - ISIS મુખિયા બગદાદીએ પોતાના લડવૈયાઓને આપી ફેરવેલ સ્પિચ

ગ્લોબલ ટાઇમ્સ અનુસાર, પિશાન આતંકવાદીઓનો અડ્ડો મનાય છે અને અહીં ત્રણ વર્ષ પહેલાં એક આત્મઘાતી હુમલો પણ થઇ ચૂક્યો છે. મે 2014માં થયેલા આ હુમલામાં 39 લોકોનું મૃત્યુ થયું હતું અને લગભગ 100 લોકો ઘાયલ થયા હતા.

English summary
ISIS has released a half hour video and has threaten China. ISIS has sent a message to China Will shed blood like rivers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X