For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirusએ આતંકવાદીઓને પણ ડરાવ્યા, ISISએ નિર્દેશ આપ્યા

Coronavirusએ આતંકવાદીઓને પણ ડરાવ્યા, ISISએ નિર્દેશ આપ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોનાવાઈરસથી પીડિત લોકોની સંખ્યા 1 લાખ 51 હજાર 760 થઈ ગઈ છે, આ જીવલેણ વાઈરસ અત્યાર સુધી 137 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને તેના તેના લપેટામાં આવી 5764 લોકોના મોત થઈ ચૂક્યાં છે, ચીનમાં આ બીમારીથી 3189 લોકોના મોત થઈ ચૂક્યાં છે, જ્યારે ચીનથી બહાર કોરોનાવાઈરસથી મરનાર લોકોની સંખ્યા 2575 છે, આ વાઈરસના કારણે લોકોમાં ભયનો માહોલ છે, જ્યારે વિશ્વભરમાં આતંકનો ખોફ બનેલ ISIS પણ આ વાયરસથી ડરી ગયું છે.

covid19

અહેવાલો મુજબ ISISએ આતંકવાદીઓ માટે નવા નિર્દેશ જાહેર કર્યા છે, આતંકવાદીઓનું કહેવું છે કે બીમાર લોકોથી દૂર રહો, ખાણી-પીણી પહેલા હાથ ધોવ, સંક્રમિત વિસ્તારોમાં ના જાઓ. જો કે આ બધા નિર્દેશમાં કહ્યું કે- અલ્લાહ પર ભરોસો કરો અને તેમની શરણમાં આવી જાઓ, આતંકવાદીઓને આઈએસઆઈએસે કહ્યું કે બીમારી ખુદથી નથી આવતી આ અલ્લાહની મરજી અને આદેશથી આવે છે.

કોરોનાને લઈ ISISમાં દહેશત

જણાવી દઈએ કે બગદાદીના મોત બાદથી કમજોર પડેલ ISISને પણ કોરોનાનો ડર સતાવી રહ્યો છે, ઈરાકમાં અત્યાર સુધીમાં કોરોનાવાઈરસથી 80 લોકો સંક્રમિત થયા છે જ્યારે આમાંથી 8 લોકોના મોત થઈ ચૂક્યાં છે, જ્યારે સીરિયામાં અત્યાર સુધી કોરોનાનો એકેય મામલો સામે આવ્યો નથી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે સીરિયામાં કોરોનાથી સંક્રમિત લોકો છે, હાલ તેમાં કોઈ શક નથી કે કોરોનાથી ISIS ડરેલું છે અને આ કારણે જ તે આતંકવાદીઓને તેનાથી બચવાના નિર્દેશ આપી રહ્યા છે.

Covid-19: મોદી સરકાર એક્શનમાં, પાકિસ્તાન સહિત ચાર દેશની બોર્ડર સીલCovid-19: મોદી સરકાર એક્શનમાં, પાકિસ્તાન સહિત ચાર દેશની બોર્ડર સીલ

English summary
ISIS has issued guidance for terrorists on how to tackle the coronavirus outbreak.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X