અફઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ, 8નાં મોત 22 ઘાયલ
અફઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ, 8નાં મોત 22 ઘાયલ
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મોટા બ્લાસ્ટના અહેવાલ સામે આવ્યા છે. આ ધમાકો કાબુલ સ્થિત એક વ્યસ્ત શોપિંગ સ્ટ્રીટમાં થયો છે. ધમાકામાં 8 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે 22 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે પણ કાબુલમાં એક રહેણાંક વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં બે લોકો મૃત્યુ પામ્યા હતા.

સમાચાર એજન્સી અનાદોલુએ સુત્રોના હવાલે જણાવ્યું કે મોહર્રમ માટે અહીં કેટલાય લોકો એકત્રિત થયા હતા. આ દરમિયાન બે બ્લાસ્ટ થયા. પોલીસ પ્રવક્તા ખાલિદ જાદરાને કહ્યું, એક વાહનમાં વિસ્ફોટક ઉપકરણ રાખવામાં આવ્યા હતા, જેની જવાબદારી આઈએસે લીધી છે. તેનો ઈરાદો શિયા હજારા સમુદાયના લોકોને નિશાન બનાવવાનો હતો.
ઉલ્લેખનીય છે કે પહેલો ધમાકો મોહમ્મદ બાકેર ક્ષેત્રમાં થયો જે કાબુલના સર-એ-કરીજમાં આવેલ જનાના મસ્જિદ છે. બીજો ધમાકો જે વિસ્તારમાં થયો તે એક રહેણાંક વિસ્તાર છે. આઈએસ એ પોતાના નિવેદનમાં 20 લોકો મૃત્યુ પામ્યા અને ઘાયલ થયા હોવાની વાત કહી છે.
શિયા હજારા સમુદાય નિશાના પર
અફઘાનિસ્તાનમાં શિયા હજારા સમુદાય કેટલાય વર્ષોથી ઉત્પીડનનો સામનો કરી રહ્યા છે. અગાઉ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસને ડઝનેક શિયા મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરવા પર રોક લગાવી દીધી હતી. અફઘાનિસ્તાનમાં શિયાઓ પર હાલમાં કેટલાય હુમલા થયા છે. શિયા મુસ્લિમ અહીં અલ્પસંખ્યકના રૂપમાં રહે છે. આઈએસ સાથે જોડાયેલા આતંકી ગુટ 2014થી અફઘાનિસ્તાનમાં સક્રિય છે, જે દેશની સુરક્ષા માટે પડકાર બનેલા છે.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ











Click it and Unblock the Notifications
