નવાઝ શરીફ અને પુત્રી મરિયમને જેલમાંથી મુક્ત કરવાનો હાઈકોર્ટનો આદેશ

ઈસ્લામાબાદ હાઈકોર્ટે બુધવારે પોતાના એક મહત્વના ચૂકાદામાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ, પુત્રી મરિયમ નવાઝ અને જમાઈ કેપ્ટન (રિટાયર્ડ) મોહમ્મદ સફદરની સજા પર રોક લગાવી દીધી છે.

ઈસ્લામાબાદ હાઈકોર્ટે બુધવારે પોતાના એક મહત્વના ચૂકાદામાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ, પુત્રી મરિયમ નવાઝ અને જમાઈ કેપ્ટન (રિટાયર્ડ) મોહમ્મદ સફદરની સજા પર રોક લગાવી દીધી છે. આ સાથે હવે આ ત્રણેની મુક્તિનો રસ્તો સાફ થઈ ગયો છે. ત્રણેને નેશનલ અકાઉન્ટિબિલિટી બ્યૂરો (નૈબ) દ્વારા એવનફીલ્ડ કેસમાં સજા સંભળાવવામાં આવી હતી. જ્યાં નવાઝને 10 વર્ષની સજા મળી હતી જ્યારે પુત્રી મરિયમને સાત વર્ષ અને જમાઈ સફદરને એક વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. ત્રણેને રાવલપિંડીની અદિયાલા જેલમાં રાખવામાં આવ્યા હતા.

શહબાઝ બોલ્યા સત્યની જીત થઈ

શહબાઝ બોલ્યા સત્યની જીત થઈ

જસ્ટીસ અતહર મિનાલ્લા અને જસ્ટીસ મિયાંગુલ હસન ઔરંગઝેબવાળી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ તરફથી શરીફ પરિવાર અને કેપ્ટન સફદર સામે આવેલા ચૂકાદા પર દાખલ કરવામાં આવેલી યાચિકા પર સુનાવણી કરવામાં આવી રહી હતી. છ જુલાઈના રોજ આ કેસમાં ચૂકાદો આવ્યો હતો. જજો તરફથી દોષિતોની સજા ખતમ કરવામાં જોડાયેલી યાચિકાને થોડા દિવસ પહેલા સ્વીકારી હતી. ચૂકાદો આવતા જ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) ના વર્કર્સમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે જે કોર્ટરૂમમાં હાજર હતા. ત્રણેને કોર્ટે પાંચ લાખના સિક્યોરિટી બોન્ડ ભરવાનો પણ આદેશ આપ્યો છે. વિપક્ષના નેતા અને નવાઝના ભાઈ શહબાઝ શરીફે ટ્વિટર પર આવીને ખુશી વ્યક્ત કરી. તેમણે લખ્યુ, ‘છેવટે સત્ય સામે આવી ગયુ છે.'

નૈબ પુરાવો રજૂ કરવામાં અસફળ

નૈબ પુરાવો રજૂ કરવામાં અસફળ

જજો તરફથી આ વાત પર ધ્યાન દોરવામાં આવ્યુ કે તપાસ પૂરી થવા છતાં પણ નૈબ એવેનફીલ્ડ એપાર્ટમેન્ટ્સ પર નવાઝ શરીફનો માલિકી હક સાબિત કરી શકી નથી. કોર્ટનું કહેવુ હતુ કે ‘કોઈ પુરાવા નથી છતાં પણ નૈબ ઈચ્છે છે કે માત્ર અનુમાનના આધારે અમે એપાર્ટમેન્ટ્સ પર નવાઝનો હક માની લે.' નૈબ તરફથી કેસની રજૂઆત કરી રહેલ મોહમ્મદ અકરમ કુરેશીએ કહ્યુ કે લૉ ઓફ એવિડન્સ હેઠળ કોર્ટ કેટલીક વિશેષ સ્થિતિઓમાં તથ્યોનું અનુમાન લગાવવા માટે સ્વતંત્ર છે. કુરેશીને યાદ કરાવ્યુ કે દોષિતોને શંકાનો લાભ મળી શકે છે.

પત્ની કુલસુમનું લંડનમાં નિધન

પત્ની કુલસુમનું લંડનમાં નિધન

13 જુલાઈથી જ નવાઝ, પુત્રી મરિયમ અને જમાઈ મોહમ્મદ સફદર જેલમાં બંધ છે. હાલમાં એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે ત્રણેને તરત જ મુક્ત કરવામાં આવશે કે તેમાં થોડો સમય લાગશે. ગયા અઠવાડિયે નવાઝની પત્ની બેગમ કુલસુમ નવાઝનું લંડનમાં ગળામાં કેન્સરના કારણે નિધન થઈ ગયુ. ત્યારબાદ નવાઝ અને પુત્રી મરિયમને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા હતા. નવાઝની ઈચ્છા હતી કે તેમને ઓછામાં ઓછા પાંચ દિવસની પેરોલ આપવામાં આવે પરંતુ તેમની ઈચ્છા ફગાવી દેવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X