For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FATF: ‘ડાર્ક ગ્રે' સૂચિમાં નાખવામાં આવી શકે છે પાકનુ નામ, શું કરશે ઈમરાન ખાન

ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)માં પાકિસ્તાન પર 18 ઓક્ટોબરના રોજ નિર્ણય થવાનો છે પરંતુ તેની પહેલા તેને કોઈ પણ દેશનુ સમર્થન મળતુ નથી દેખાઈ રહ્યુ.

|
Google Oneindia Gujarati News

ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)માં પાકિસ્તાન પર 18 ઓક્ટોબરના રોજ નિર્ણય થવાનો છે પરંતુ તેની પહેલા તેને કોઈ પણ દેશનુ સમર્થન મળતુ નથી દેખાઈ રહ્યુ, જેના કારણે દેશના કેપ્ટન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી ગઈ છે, રિપોર્ટ્સ મુજબ ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની સમીક્ષા બેઠકમાં પાકિસ્તાન એક ડૉજિયર સોંપવાનુ છે જેમાં એ વાતનો ઉલ્લેખ હશે કે ઈસ્લામાબાદે આતંકીઓ સામે શું શું કાર્યવાહી કરી છે ત્યારબાદ જ એફએટીએફ પાકિસ્તાન પર નિર્ણય લેશે.

imran khan

એફએટીએફની ચાલી રહી બેઠકમાં ભાગ લેનાર અધિકારીઓએ કહ્યુ કે એવા સંકેત છે કે પાકિસ્તાન આતંક સામે પૂરતી કાર્યવાહી નહી કરવા માટે બધા સભ્યો દ્વારા અળગુ કરી દેવામાં આવશે કારણકે પાકિસ્તાન 27 પોઈન્ટમાંથી માત્ર 6 પર જ ખરુ ઉતરી શક્યુ છે એવામાં એફએટીએફ આના પર મોટી કાર્યવાહી કરી શકે છે.

તમને જણાવી દઈએ કે ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે જૂન 2018માં પાકિસ્તાનને આતંક સામે 27 પોઈન્ટ એક્શન પ્લાનને લાગુ કરવા માટે નિર્દેશ આપ્યા હતા જેમાં બેંકિંગ અને બેંકિંગ સિવાયના ક્ષેત્રાધિકાર, મૂડી બજાર, કૉર્પોરેટ અને બિન કૉર્પોરેટ વિસ્તારો જેવા પ્રતિબંધિત સંગઠનો અને બિન સરકારી સંસ્થાઓ, આભૂષણ અને આ રીતની સંબંધિત સેવાઓ દ્વારા મની લૉંડ્રીંગ અને આતંકને નાણા પોષણ સામે સુરક્ષા ઉપાય શામેલ છે.

જો કે પાકિસ્તાન તરફથી સતત દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે ગેરકાયદેસર સંગઠનો અને સમૂહોની સંપત્તિને ફ્રીઝ કરી દીધી છે પરંતુ તેને સફળતા મળી નથી. તમને જણાવી દઈ કે એપીજી દ્વારા પાકિસ્તાન માટે તૈયાર કરવામાં આવેલી મ્યૂચ્યુઅલ ઈવોલ્યુશન રિપોર્ટ (એમઈઆર) બે ઓક્ટોબરના રોજ જારી કરવામાં આવી હતી. આ 228 પેજના રિપોર્ટ પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલી માહિતી પર આધારિત છે.

આ પણ વાંચોઃ નોબેલ મળ્યા બાદ આવી અભિજીત બેનર્જીની પહેલી પ્રતિક્રિયા, ભારત વિશે આ કહ્યુઆ પણ વાંચોઃ નોબેલ મળ્યા બાદ આવી અભિજીત બેનર્જીની પહેલી પ્રતિક્રિયા, ભારત વિશે આ કહ્યુ

English summary
Pakistan is on the verge of strong action by FATF, given its inadequate performance, whereby it managed to pass in only six of 27 items
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X