Israel Hamas War: હમાસ આધુનિક નાઝી છે, 16 વર્ષથી ફિલિસ્તીનીઓ પર કરી રહ્યું છે અત્યાચાર
Israel Hamas War: ઇઝરાયલના સ્થાયી પ્રતિનિધિ ગિલાદ એર્દાને સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, હમાસ આધુનિક સમયનું નાઝી છે. આ આતંકી સમુહ યુદ્ધનું સમાધાન ઇચ્છતી નથી. આ યહુદી લોકોના વિનાશમાં રુચિ ધરાવે છે.
હમાસને યહૂદી લોકોના વિનાશમાં રસ છે - ઇઝરાયલ-હમાસ યુદ્ધ પર યુએન સુરક્ષા પરિષદની બેઠકને સંબોધતા ગિલાદ એર્દાને જણાવ્યું હતું કે, હમાસ આધુનિક નાઝી છે. હમાસ સંઘર્ષનો ઉકેલ શોધી રહ્યો નથી. તેને વાતચીતમાં રસ નથી. તેને રસ છે તે એકમાત્ર ઉકેલ યહૂદી લોકોનો વિનાશ છે.

હમાસ 16 વર્ષથી પેલિસ્તિનીઓ પર અત્યાચાર કરી રહ્યું છે - એર્દાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિશ્વ હમાસ પર અત્યંત મૌન છે, જેમ કે તે નાઝીવાદના ઉદય પર હતું. હમાસ છેલ્લા 16 વર્ષથી પેલેસ્ટાઈનીઓ પર અત્યાચાર કરી રહ્યું છે. જ્યારે તેણે 2007માં ગાઝામાં સત્તા સંભાળી ત્યારે તેણે સેંકડો પેલેસ્ટાઈનીઓને મારી નાખ્યા હતા.
વિરોધ કરનારાઓની હત્યા કરવામાં આવી - સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયેલના સ્થાયી પ્રતિનિધિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, હમાસ એ નાઝી છે, જેમણે ગાઝા પર છેલ્લા 16 વર્ષથી શાસન કર્યું છે. આ 16 વર્ષોમાં તેઓએ પેલિસ્તિનીઓ સાથે ખરાબ વર્તન કર્યું અને તેમનો વિરોધ કરનારાઓને મારી નાખ્યા છે.
હમાસે પેલિસ્તિનનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો - એર્દાને જણાવ્યું હતું કે, હમાસે પેલિસ્તિનીઓનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કર્યો, હોસ્પિટલની નીચે આતંકી ઠેકાણાઓ બનાવ્યા અને શાળાઓની બાજુમાં મિસાઈલ લોન્ચર બનાવ્યા છે. તમે અમારી પાસેથી શું અપેક્ષા રાખો છો?
હમાસના નેતાઓ ગાઝા પટ્ટીમાં રહેતા નથી - અર્દાને જણાવ્યું હતું કે, હમાસ ગાઝાના લોકોને યુદ્ધ ક્ષેત્ર છોડવા નથી આપી રહ્યું. તેના નેતાઓ દોહા અને ઈસ્તાંબુલમાં લક્ઝરીમાં રહે છે. તેઓ ગાઝા પટ્ટીમાં પણ રહેતા નથી. આ પરિષદ આજે નિર્દોષ યહૂદી શિશુઓને જીવતા સળગાવવા અંગે પણ મૌન છે.
#WATCH | New York: Ambassador of Israel to the United Nations, Gilad Erdan says, "...When Hamas took power in Gaza in 2007, they murdered hundreds of Palestinians with their own hands...They used Palestinians as human shields, building terror bases under hospitals and missile… pic.twitter.com/ElJTNqcf3B
— ANI (@ANI) October 30, 2023












Click it and Unblock the Notifications
