Israel Hamas war: હમાસ હુમલાના ત્રણ માસ્ટરમાઇન્ડ, જેના કારણે થયા હજારો લોકોના મોત
Israel Hamas war: વર્તમાન સમયમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ છેડાયું છે. છેલ્લા 5 દિવસથી આ યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયેલ દ્વારા ગાજા વિસ્તારમાં 3 લાખ રિઝર્વ ફોર્સને તૈનાત કરી છે. ગાજા વિસ્તામાં ઇઝરાયેલના રોકેટ હુમલાના કારણે ધરતી પણ કંપી ઉઠે છે. ઇઝરાયેલી સેના શનિવારે થયેલા અવિસ્મરણીય ઘટનાના જવાબદારોને શોધી રહી છે.
ઇઝરાયેલ સંરક્ષણ દળોના પ્રવક્તા એડમિરલ ડેનિયલ હગારીએ પણ જણાવ્યું હતું કે, અમે હમાસના વરિષ્ઠ અધિકારીઓને ખતમ કરીને જ સમાપ્ત કરીશું, આ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આવો જાણીએ હમાસ સાથે જોડાયેલા તે 3 વ્યક્તિઓ વિશે, જેમની શોધમાં ઈઝરાયેલી સેનાએ દિવસ-રાત લગાવ્યા છે.

ઈસ્માઈલ હાનિયા - ઇઝરાયેલના વિનાશના સપના જોનારો ઇસ્માઇલ હાનિયા 2017થી હમાસના સર્વોચ્ચ રાજકીય નેતા છે. શૂરા કાઉન્સિલ, હમાસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થાએ તેમને 2021 માં ચાર વર્ષની મુદ્દત માટે ફરીથી ચૂંટ્યો હતો. તેમને પડકારવા માટે સંસ્થામાં બીજું કોઈ ન હતું, તેથી તે બિનહરીફ ચૂંટાઇ ગયો હતો.
ઈસ્માઈલ હાનિયા 2019 થી વિદેશમાં રહે છે. કહેવાય છે કે, ઈસ્માઈલ હાનિયા કતારમાં છુપાયો છે. ઇસ્માઇલ હાનિયાની દેખરેખ હેઠળ હમાસે ઇઝરાયેલ પર છેલ્લા 75 વર્ષમાં સૌથી બર્બર હુમલાની યોજના બનાવી હતી. શનિવારના રોજ ઇઝરાયેલ પર થયેલા હુમલા બાદ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ઈસ્માઈલ હાનિયાને પ્રણામ કરતા જોવા મળ્યા હતા.
મોહમ્મદ ડેઇફ - 16 વર્ષથી ઇઝરાયલે ગાઝાને ચારે બાજુથી ઘેરી લીધું છે. અમેરિકા અને પશ્ચિમી દેશોના કારણે આપણા પક્ષમાં કોઈ અવાજ ઉઠાવતું નથી, આખી દુનિયાએ આપણી અવગણના કરી છે. અમે નક્કી કર્યું છે કે, આવું ફરી નહીં થાય. આજે લોકો તેમની ક્રાંતિ પાછી મેળવી રહ્યા છે. પેલેસ્ટાઈન કમાન્ડર મોહમ્મદ ડેઇફે એક ઓડિયો ટેપ બ્રોડકાસ્ટમાં આ વાત કહી છે.
ડેઇફે આ હુમલાને અલ-અક્સા સ્ટોર્મ તરીકે ઓળખાવ્યો છે. ઇસ્માઇલ હાનિયા હમાસની રાજકીય પાંખ છે, અને મોહમ્મદ ડેઇફ હમાસની લશ્કરી પાંખના વડા છે. ઇઝરાયેલ મોહમ્મદ ડેઇફને સૌથી વધુ સર્ચ કરી રહ્યું છે. મોહમ્મદ ડેઇફ વિશે કોઈ વધારે જાણતું નથી. ઇન્ટરનેટ પર પણ તેની એક જ જૂની તસવીર છે.
દુનિયાને એ પણ ખબર નથી કે, તેનું નામ મોહમ્મદ ડેઇફ છે કે નોમ ડી ગુરે. તેના ઠેકાણાની કોઈને ખબર નથી. તેને ક્યારેય કોઈઇ જાહેરમાં જોયો નથી. મોહમ્મદ ડેઇફને હવે દુનિયાનો નવો ઓસામા બિન લાદેન કહેવામાં આવી રહ્યો છે.
ઈઝરાયેલ પરના હુમલાની સ્ક્રિપ્ટ મોહમ્મદ ડેઇફે લખી હતી. ઈઝરાયેલે અત્યાર સુધીમાં સાત વખત મોહમ્મદ ડેઈફની હત્યાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તે દરેક વખતે બચી ગયો હતો.
આ જ કારણ છે કે, મોહમ્મદ ડેઇફને બિલાડી જેને નવ જીવન મળે છે કહેવામાં આવે છે. મળતી માહિતી મુજબ, તેણે તેના બંને હાથ, બંને પગ અને એક આંખ ગુમાવી દીધી છે, જેના કારણે તે કાયમ માટે વ્હીલચેર પર નિર્ભર બની ગયો છે.
વર્ષ 2014માં મોહમ્મદ ડેઇફની પત્ની, સાત મહિનાનો પુત્ર અને ત્રણ વર્ષની પુત્રી ઇઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. શનિવારના હુમલા બાદ, ઇઝરાયેલી દળોએ ડેઇફના પિતાના ઘર પર બોમ્બમારો કર્યો હતો, જેમાં મોહમ્મદ ડેઇફના પિતા અને ભાઇનું મોત થયું હતું.
યાહ્યા સિનવાર - યાહ્યા સિનવાર ગાઝામાં પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસનો સૌથી મોટો નેતા છે. 2015માં યાહ્યાને અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યો હતો. યાહ્યા સિનવારે 2017માં ઈસ્માઈલ હાનિયા પાસેથી રાજકીય પાંખના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
સિનવાર હમાસના સહ-સ્થાપકોમાંના એક છે. ઇઝરાયેલ ઘણા સમયથી સિનવારની શોધમાં છે. બે ઇઝરાયેલી સૈનિકોની હત્યાના ગુનામાં દોષિત જાહેર થયા બાદ સિનવારે 22 વર્ષ ઇઝરાયેલી જેલમાં વિતાવ્યા હતા, પરંતુ અપહરણ કરાયેલ ઇઝરાયેલી સૈનિક ગિલાદ શાલિતના બદલામાં 2011માં તેને છોડવામાં આવ્યો હતો.
હમાસના નેતાઓમાં સિનવારને સૌથી કટ્ટરપંથી વિચારધારા માનવામાં આવે છે. તે ઇઝરાયેલ સાથેની કોઈપણ શાંતિ પ્રક્રિયાની વિરુદ્ધ રહે છે. મોહમ્મદ ડેઇફ બાદ અમેરિકાએ પણ 2015માં સિનવારને આતંકવાદી જાહેર કર્યો હતો. રોઇટર્સના જણાવ્યા અનુસાર, આ હુમલાનો નિર્ણય ડેઇફ અને યાહ્યા સિનવાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો.
Hamas leader Ismail Haniyeh does not live in Gaza, but in a big mansion in Qatar. According to reports, his bank account is estimated to be between US billion - 5 billion. pic.twitter.com/QwI2vxIhFq
— 南洋辉叔 Uncle Hui (@alexcmhwee) October 11, 2023
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
