પાકિસ્તાન થઇ જાય સાવધાન, આવે છે ઇઝરાયેલથી હેરોન ડ્રોન

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ, તેમના પહેલા ઇઝરાયલી પ્રવાસ પર છે. ત્રણ દિવસના આ પ્રવાસ પર પીએમ મોદીએ ખેતીથી જોડાયેલી મહત્વની ડિલ તો સાઇન કરી જ છે સાથે આ પ્રવાસ દરમિયાન ભારતને કેટલાક હાઇટેક હથિયારો મળવાની પણ આશા છે. પીએમ મોદીએ કહ્યું કે ઇઝરાયેલ પ્રવાસ દરમિયાન સેનાનું આધુનિકરણ કરવું તેમનું મુખ્ય લક્ષ્ય છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદીના આ ઇઝરાયેલ પ્રવાસની ખાસ વાત છે 10 હેરોન ડ્રોનની ડિલ. આ ડ્રોન પહેલા એવા ડ્રોન છે જે મિસાઇલથી લેસ છે. હેરોન ટીપી-સશસ્ત્ર ડોન દુશ્મનનો અડ્ડો શોધી, તેને ટ્રેક કરે છે અને જમીનથી હવામાં ફાયર કરીને આવા અડ્ડાઓને નામશેષ કરે છે. સપ્ટેમ્બર 2015માં ભારત સરકારે ઇન્ડિયન એરફોર્સ માટે 10 આવા ડ્રોન ખરીદવાની મંજૂરી આપી હતી. આ ડ્રોનથી સીમા પાર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં ખૂબ જ સરળતા રહેશે. અને આ માટે કોઇને સીમા પાર કરવી નહીં પડે.

drone

આ ડ્રોનને ઇઝરાયલની એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીએ તૈયાર કર્યું હતું. આ ડ્રોનની મદદથી જમીન પર સરળતાથી ટાર્ગેટ લોકેટ કરીને હથિયારોથી હુમલો કરી શકાય છે. જો તેને દિલ્હીથી લોન્ચ કરવામાં આવે તો ખાલી 30 મિનિટની અંદર જ બોર્ડર પર બેઠેલા દુશ્મનો અંગે જાણકારી મેળવી શકાય છે. તેના સેન્સર એટલા સારા છે કે 30,000 ફીટની ઊંચાઇથી દુશ્મનો અંગે જાણકારી મેળવી શકાય છે. ઇઝરાયલે ફેબ્રુઆરી 2015માં બેંગલુરુના એરશોમાં હેરોન ટીપી ડ્રોનને પ્રદર્શિત કર્યું હતું. તે પછી રક્ષામંત્રાલયે ઇઝરાયેલથી 400 મિલિયન ડોલરમાં 10 મિસાઇલ્સ વાળા આવા હેરોન ડ્રોન ખરીદવાની મંજૂરી આપી હતી. ગત વર્ષે ભારત એમટીસીઆરનું સદસ્ય પણ બની ગયું છે તો હવે તે આ ડ્રોન સરળતાથી ખરીદી શકશે.

English summary
Prime Minister Narendra Modi is on his landmark visit to Israel. Israel and India may ink the deal for Israels killer Heron TP drones and missiles.
Please Wait while comments are loading...