Israel-Iran War : ઇઝરાયેલ પર મોટા હુમલાની તૈયારીમાં ઈરાન, અમેરિકાએ ઇઝરાયેલને ચેતવ્યુ
Israel-Iran War : ઇઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહ ચીફના મોત બાદ ઇરાન અને લેબનાન બન્ને ઇઝરાયેલ પર ખફા છે. હવે અહેવાલો છે કે ઈરાને મોટા હુમલાની તૈયારીઓ કરી લીધી છે.
અહેવાલો આવી રહ્યાં છે કે લેબનાનમાં ઇઝરાયેલી સેના ઘુસી છે ત્યારે ઈરાને પલટવાર માટે મોટા હુમલાની તૈયારી કરી છે. અમેરિકન અધિકારીઓએ દાવો કર્યો છે કે બેલેસ્ટિક મિસાઈલો સાથે ઈરાન હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે.

આ અહેવાલો બાદ અમેરિકાએ ઇઝરાયેલની મદદ માટે વધુ જવાનોને તૈનાત કર્યા છે. આ જવાનો યુદ્ધની સ્થિતીમાં ઇઝરાયેલને મદદ કરશે.
વ્હાઇટ હાઉસના અધિકારીઓ અનુસાર, અમે ઇઝરાયેલને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છીએ. તેને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. જો ઈરાન ઈઝરાયેલ પર સીધો હુમલો કરશે તો તેના ગંભીર પરિણામો આવશે. જો કે ઈરાને હજુ સુધી આ દાવા પર કોઈ ટિપ્પણી કરી નથી.
જણાવી દઈએ કે, જો ઈરાન કોઈ પણ હરકત કરશે તો અમેરિકા અને તેના સાથી દેશો તેની રાહ જોઈને બેઠા છે. તે ઈઝરાયેલને બચાવવા ઈરાન પર હુમલો કરી શકે છે.
બીજી તરફ હાલની સ્થિતી જોતા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સેના અને લોકોને એલર્ટ કર્યા છે. એક વીડિયો સંદેશમાં નેતન્યાહૂએ કહ્યું કે ઈઝરાયેલ ઈરાનના તોફાની પ્રયાસોને કચડી નાખવામાં લાગ્યુ છે. આપણે આપણા લોકોને તેમના ઘરોમાં સુરક્ષિત રાખવા માંગીએ છીએ, પરંતુ આગળ મોટા પડકારો છે.
નેતન્યાહુએ ઇઝરાયલીઓને સૈન્યના હોમ ફ્રન્ટ કમાન્ડની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને સાથે ઊભા રહેવા જણાવ્યું. નેતન્યાહુએ સૂત્ર આપ્યું હતું - અમે સાથે મળીને લડીશું અને સાથે મળીને જીતીશું.
ઈરાનના સંભવિત હુમલાને જોતા ઈઝરાયેલ હોમ ફ્રન્ટ ડિફેન્સિવ ગાઈડલાઈનમાં ફેરફાર કરાયા છે. સમગ્ર ઈઝરાયેલમાં નિયંત્રણો લાદવામાં આવ્યા છે. શાળા અને કોલેજો ફક્ત તે વિસ્તારોમાં જ ખુલશે જ્યાં બાળકોની સુરક્ષા માટે શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે.
ખુલ્લી જગ્યામાં 30 થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મુકાયો છે. બંધ હોલમાં પણ 300 થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે. જ્યાં સુરક્ષિત છુપાવવાની જગ્યા હશે ત્યાં જ કામ હાથ ધરવામાં આવશે.












Click it and Unblock the Notifications
