Israel-Palestine Conflict: હથિયારોના જથ્થા સાથે ઈઝરાયેલ પહોંચ્યુ અમેરિકાનુ વિમાન
Israel-Palestine Conflict: ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ઈઝરાયેલને સહકાર આપવા માટે અમેરિકાનુ હથિયારો અને દારુગોળાથી લદાયેલુ એક વિમાન ગાઝા પાસે પહોંચી ગયુ છે.
ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ(આઈજીએફ)એ આ બાબતની પુષ્ટિ કરી છે. અમેરિકાથી પહોંચેલુ આ પહેલુ વિનામ દક્ષિણી ઈઝરાયેલના એરબેઝ નેવાતિમ પર લેન્ડ થયુ છે.

IDF તરફથી એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યુ છે અને આ માહિતી આપવામાં આવી છે. IDFએ લખ્યુ છે કે, "અમેરિકન શસ્ત્રો લાવનાર પહેલુ વિમાન આજે સાંજે દક્ષિણ ઇઝરાયેલના નેવાટિમ એરબેઝ પર પહોંચી ગયુ છે. યુદ્ધના સમયમાં પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે અમારા દળો વચ્ચેનો સહયોગ મહત્વપૂર્ણ ભાગ છે." IDFએ જાહેર કર્યું નથી કે તેને કયા પ્રકારના શસ્ત્રો અથવા લશ્કરી સાધનો મળ્યા છે.
તમને જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ઈઝરાયેલને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.ગાઝામાં હમાસ દ્વારા કરવામાં આવેલા ખતરનાક હુમલામાં 14 અમેરિકન નાગરિકો પણ માર્યા ગયા છે. રાષ્ટ્રપતિ બાઈડને મંગળવારે વ્હાઇટ હાઉસમાં સત્તાવાર રીતે આની પુષ્ટિ કરી હતી. ઇઝરાયલે હમાસ સામે યુદ્ધનુ એલાન કર્યા બાદ યુએસ પ્રમુખ જો બાઈડનના વહીવટીતંત્રે યુદ્ધમાં ઇઝરાયેલને મદદ કરવાની જાહેરાત કરી.
નોંધનીય છે કે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મંગળવારે ત્રીજી વખત અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડ સાથે ટેલિફોન પર વાત કરી હતી. વાતચીત બાદ નેતન્યાહુએ એક્સ પર પોસ્ટ કર્યું હતુ કે, 'મેં તેમને કહ્યું કે હમાસ ISIS કરતા પણ ખરાબ છે અને તેમની સાથે પણ આવો જ વ્યવહાર થવો જોઈએ. હમાસની નિર્દયતાનું સ્તર વધુ વધ્યું છે. તેમણે ડઝનેક બાળકોનું અપહરણ કર્યું, તેમને સળગાવીને મારી નાખ્યા. સૈનિકોનું માથું કાપી નાખ્યું, ઉત્સવમાં આવેલા યુવાનોને મારી નાખ્યા. ઈઝરાયેલના સમગ્ર ઈતિહાસમાં આપણે આવી બર્બરતા જોઈ નથી.' બાઈડને કહ્યુ હતુ કે અમેરિકા ઇઝરાયેલની સાથે છે અને પોતાનો બચાવ કરવાના તેના અધિકારનું સંપૂર્ણ સમર્થન કરે છે.
IDFએ અહેવાલ આપ્યો છે કે હમાસ વિરુદ્ધ ચાર દિવસની લડાઈ પૂર્ણ થઈ ગઈ છે. એક હજારથી વધુ ઇઝરાયલી માર્યા ગયા છે. જ્યારે 2800થી વધુ ઘાયલ થયા છે અને 50 બંધક કે ગુમ થયાની પુષ્ટિ થઈ છે. ગાઝાથી ઈઝરાયેલ પર અત્યાર સુધીમાં 4500થી વધુ રૉકેટ છોડવામાં આવ્યા છે.
🇮🇱🤝🇺🇸
— Israel Defense Forces (@IDF) October 11, 2023
The first plane carrying U.S. armaments has since arrived at the Nevatim Airbase in southern Israel this evening.
The cooperation between our militaries is a key part of ensuring regional security and stability in times of war.












Click it and Unblock the Notifications
