ભારે પડ્યો અપલોડ કરવો અશ્લિલ ફોટો

israeli-soldier
ઇઝરાયલની સેનામાં ફરી એકવાર સોશિયલ નેટવર્કિંગ સાઇટ થકી અનુશાસનહીનતાના મામલે સામે આવ્યું છે. આ વખતે મહિલાઓના એક સમૂહે માત્ર અન્ડરવિયર પહેરીને હાથોમાં કેટલાક હથિયાર લઇને તસવીર પડાવી અને તેને ફેસબુક પર અપલોડ કરી દીધી.

ઘટના સામે આવ્યા બાદ સેનાએ આરોપી સૈનિકો વિરુદ્ધ અનશાસનાત્મક કાર્યવાહી કરી છે. આ પહેલા પણ ઇઝરાયલી સેનાના અનેક યુવા સૈનિકોને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સમાં આપત્તિજનક સામગ્રી અપોલડ કરવા પર સેનાની ફટકાર મળી ચૂકી છે.

તાજો મામલો દક્ષિણ ઇઝરાયલના મિલેટ્રી બેઝનો છે. જ્યાં, આરોપી મહિલાઓની થોડા સમય પહેલા જ ભરતી થઇ હતી. ફેસબુક પર પોતાની આપત્તિજનક તસવીરો અપલોડ કરવાના આરોપમાં આ મહિલા સૈનિકો વિરુદ્ધ સેનાએ કાર્યવાહી કરી છે. ફેસબુક પર અપલોડ એક ફોટમાં મહિલા સૈનિક પોતાની અન્ડરવિયર દેખાડવા માટે વર્ધી ઉતારતી દર્શાવવામાં આવી છે. તો બીજી તસવીરમાં 5 મહિલાઓ બેરેક દેખાઇ રહી છે. જ્યાં તેણે માત્ર હેલમેટ પહેર્યું છે અને તેમના હાથમાં કેટલાક હથિયાર છે. ફોટોમાં સૈનિકોના ચહેરાના બ્લર કરી દેવામાં આવ્યા છે.

સેના તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીઓએ આરોપી સૈનિકોને અનુશાસિત કરી દીધા છે. જો કે નિવેદનમાં સૈનિકોની ઓળખ ગુપ્ત રાખવામા આવી છે અને તેમને આપવામાં આવેલી સજા અંગે પણ જણાવવામાં આવ્યું નથી. સેનાના અધિકારીઓનું કહેવું છે કે સૈનિક ફરીથી આ પ્રકારનું કામ ના કરે તે માટે મિલેટ્રી બેઝમાં શૈક્ષણિક વ્યાખ્યાન આયોજિત કરી દેવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X