ગાઝાને સંપુર્ણ જમીનદોસ્ત કરવાની ઇઝરાયેલની તૈયારી, જાણો શું કહ્યું ઇઝરાયેલી પીએમે?

હમાસના હુમલા બાદ હવે ઇઝરાયેલ ગાઝાને સંપુર્ણ જમીનદોસ્ત કરવા તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં જ ઇઝરાયેલી વડાપ્રધાને આ સંકેત આપ્યા છે.

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામની માંગ ફગાવી દીધી છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે હમાસ સામે ઇઝરાયેલના યુદ્ધમાં યુદ્ધવિરામ નહીં થાય.

Israel

ઇઝરાયેલના વડાપ્રધાનનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે જો યુદ્ધવિરામ નહીં કરાય તો અભૂતપૂર્વ માનવતાવાદી જરૂરિયાતો ને પહોંચી વળવા માટે પૂરતી સહાય નહીં મળે.

બીજી તરફ ઇઝરાયલી સેના ગાઝામાં પ્રવેશી છે અને આગળ વધી રહી છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે હમાસના ઘણા મોટા નેતાઓને મોતને ઘાટ ઉતાર્યા છે. આ સિવાય હમાસની ઘણી સુરંગો પણ ધ્વસ્ત કરી દેવાઈ છે.

ઇઝરાયેલના હુમલાએ ગાઝાના 21 લાખ લોકોની જિંદગી નરક બનાવી દીધી છે. હમાસના નિયંત્રણ હેઠળના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે 8300 થી વધુ લોકો માર્યા ગયા છે, જો કે, અમે આ આંકડાની પુષ્ટિ નથી કરી રહ્યા.

વિદેશી પ્રેસ બ્રીફિંગમાં નેતન્યાહૂએ કહ્યું કે, યુદ્ધવિરામનો અર્થ હમાસની શરણાગતિ હશે. બેન્જામિન નેતન્યાહુએ 7 ઑક્ટોબરના ઇઝરાયેલ પરના ઘાતક હુમલા પછી હમાસનો સફાયો કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

હમાસના આ હુમલામાં લગભગ 1,400 ઇઝરાયેલીઓ માર્યા ગયા છે. હમાસે 230 ઇઝરાયેલ લોકોને બંધક બનાવ્યા છે. હવે હમાસ તરફથી અલગ-અલગ નિવેદનોમાં બંધકોને મુક્ત કરવાના સંકેતો આપવામાં આવી રહ્યા છે, પરંતુ ઈઝરાયેલ હમાસની વાત પર ધ્યાન નથી આપી રહ્યું.

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું હતું કે ઇઝરાયેલ યુદ્ધવિરામ માટે સંમત નહીં થાય. કારણ કે ગાઝામાં ઇઝરાયેલ સંરક્ષણ દળોનું ગ્રાઉન્ડ ઓપરેશન વધુ તીવ્ર બન્યું છે. તેમણે કહ્યું કે બાઇબલ કહે છે કે શાંતિનો સમય છે, આ યુદ્ધનો સમય છે.

દરમિયાન, હમાસના પ્રવક્તાએ જણાવ્યું કે, ઇઝરાયેલ થોડા મર્યાદિત વિસ્તારો સિવાય ગાઝામાં પ્રવેશવામાં સફળ નથી થયું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X