For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દર વર્ષે ડૂબી રહી છે આ દેશની રાજધાની, 2050 સુધીમાં ખતમ થઈ જશે શહેર!

દર વર્ષે ડૂબી રહી છે આ દેશની રાજધાની, 2050 સુધીમાં ખતમ થઈ જશે શહેર!

|
Google Oneindia Gujarati News

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા સતત ડૂબી રહ્યું છે. ધીરે-ધેરી શહેરની જમીન પાણીમાં ડૂબી રહી છે. પર્યાવરણ વિશેષજ્ઞોએ કહ્યું કે જકાર્તાની ધરતી વિશ્વમાં સૌથી તેજીથી ડૂબતા શહેરોમાંની એક છે અને જો આ ગતિ યથાવત રહી તો 2050 સુધીમાં જકાર્તાનો ત્રીજો ભાગ પાણીમાં ડૂબી જશે. એક્સપર્ટ્સ આગામી 30 વર્ષમાં શહેરના 95 ટકા ભાગને ડૂબી જવાની વાત કહી રહ્યા છે. ઈન્ડોનેશિયાની સરકાર આ મામલે પોતાની રાજધાની પણ બદલી રહી છે, રાષ્ટ્રપતિએ આ મામલે ટ્વિટ કર્યું. જકાર્તામાં 1 કરોડ જેટલા લોકો રહે છે.

શહેરના કેટલાય ભાગ ગાયબ થઈ ચૂક્યા છે

શહેરના કેટલાય ભાગ ગાયબ થઈ ચૂક્યા છે

દશકોથી ભૂજળ ભંડારનું અનિયંત્રિત શોષણ, સમુદ્રનું વધતું જળસ્તર અને તેજીથી બદલતું હવામાન તેના કારણમાં સામેલ છે. શહેરના કેટલાય ભાગ ગાયબ થઈ ગયા છે. જેને રોકવા માટે કરવામાં આવેલ પર્યાવરણીય ઉપાયો કામ નથી કરી રહ્યા. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિદોદોએ ટ્વિટર પર કહ્યું કે, આપણા દેશની રાજધાની બોર્નિયો દ્વીપ પર સ્થળાંતરિત થઈ જશે.

ડૂબી રહી છે જમીન

ડૂબી રહી છે જમીન

જકાર્તામાં દર વર્ષે 25 સેંટીમીટરની દરથી જમીન ખિસકી રહી છે. ગત 10 વર્ષમાં આ શહેર અઢી મીટર જમીનમાં સમાઈ ગયું છે. જકાર્તા શહેરની નીચેથી 13 નદી નીકળે છે અને બીજી તરફથી જાવા સાગર દિવસ-રાત અટકેલાં આ શહેર તરફ પાણી ફેંકતો રહે છે. પૂરને કારણે શહેરનો મોટા ભાગનો વિસ્તાર હંમેશા પાણીમાં ડૂબેલો રહે છે. આની સાથે જ પાણઈમાં શહેરના કેટલાય ભાગ સમાતા જઈ રહ્યા છે.

ઈન્ડોનેશિયા રાજધાની બદલશે

ઈન્ડોનેશિયા રાજધાની બદલશે

વર્લ્ડ ઈકોનોમિક ફોરમે હાલમાં જ જણાવ્યું હતું કે જકાર્તાને દુનિયાના સૌથી તેજ ડૂબતું શહેર હોવાથી પીવા અને ઉપયોગમાં કરવામાં આવતા ગ્રાઉન્ડવૉટરની ક્લિયરન્સ છે. જ્યાં સુધી રાજધાનીને બીજી તરફ વસાવવાની વાત છે, તો આમાં 10 વર્ષ જેટલો સમય લાગી જશે અને 2.31 લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે.

<strong>રશિયાઃ એન્જીનમાં પક્ષી ફસાયું, પાયલટે મકાઈના ખેતરમાં પ્લેન લેન્ડ કરી 233ના જીવ બચાવ્યા</strong>રશિયાઃ એન્જીનમાં પક્ષી ફસાયું, પાયલટે મકાઈના ખેતરમાં પ્લેન લેન્ડ કરી 233ના જીવ બચાવ્યા

English summary
jakarta is the fastest sinking city, it will disappear by 2050
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X