જમ્મૂ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ નથી: પાકિસ્તાન
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના મિશને કહ્યું છે કે તે ભારતીય મંત્રીના નિવેદનના સંબંધમાં જવાબના અધિકારનો ઉપયોગ કરે છે કે સંયુક્ત રાષ્ટ્રમાં જમ્મૂ-કાશ્મીરના મુદ્દે અયોગ્ય ટિપ્પણી કરવામાં આવી હતી.
કૃષ્ણાએ ભાષણ બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને જવાબ અધિકારમાં પાકિસ્તાનના ઉપ સ્થાયી પ્રતિનિધિ રાજદૂત રઝા બશીર તરારે કહ્યું હતું કે ' હું કહેવા માંગું છું કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિના નિવેદનમાં જમ્મૂ-કાશ્મીરના વિવાદને લઇને કરવામાં આવેલી ટીપ્પણી અનિચ્છનીય ન હતી.
પાકિસ્તાનના મિશન દ્રારા તરારના માધ્યમ દ્રારા કરવામાં ટિપ્પણીમાં કહેવામાં આવ્યું હતું કે ' હું એ પણ સ્પષ્ટ કરવા માંગું છું કે જમ્મૂ-કાશ્મીર ના તો ભારતનો અભિન્ન ભાગ છે ના તો ક્યારેય રહ્યો છે. તરારે સંયુક્ત રાષ્ટ્રમાં ગત સપ્તાહે આપેલા ઝરદારીના ભાષણને ટાંક્યું હતું. જેમાં ઝરદારીએ કહ્યું હતું કે કાશ્મીર સંયુક્ત રાષ્ટ્રની વ્યવસ્થામાં મજબૂતીનું નહી પણ નિષ્ફળતાનું પ્રતિક બન્યો છે.
ફરી એકવાર ઝરદારીએ સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવના અનુસાર જમ્મૂ-કાશ્મીરના લોકોના શાંતિપૂર્ણ રીતે પોતાના નસીબ અંગેનો નિર્ણય કરવાના અધિકારોનું સમર્થન કરતા રહેશે.
તરારે કહ્યું હતું કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ કંઇ વધારે કે કંઇ ઓછું કહ્યું નથી. સોમવારે 193 સભ્યોની મહાસભાને સંબોધતા કૃષ્ણાએ કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી જમ્મૂ-કાશ્મીરના મુદ્દે અચ્છનિય ટિપ્પણી કરી છે.
એમ એસ કૃષ્ણાએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે 'જમ્મૂ-કાશ્મીરની જનતા ભારતની લોકશાહીના માધ્યમથી પોતાના ભાવિનો નિર્ણય કર્યો છે અને તેને મજબૂતી સાથે પુનરાવર્તિત કર્યો છે. અમે સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે જમ્મૂ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે.