એટ્લાન્ટિક મહાસાગરમાં પ્રાચીન મહાદ્વિપ હોવાના સંકેત

બ્રાઝીલમાં એક અધિકારીએ કાલે કહ્યું કે ગ્રેનાઇટ હંમેશા સુખી જમીન પર જ બને છે. તટીય ભાગમાં ગ્રેનાઇટની શોધ એક મજબૂત પુરાવો છે કે, જે સ્થાન પર એટ્લાન્ટિક દ્વિપ છે ત્યાં ક્યારેક મહાદ્વિપ હતો. આ અધિકારીએ પ્રાચીન યૂનાની દાર્શનિક પ્લેટોની એ વાતનો પર સંદર્ભ આપ્યો કે અત્યંત વિકસિત સભ્યતાવાળા દ્વિપ અંદાજે 12 હજાર વર્ષ પહેલા પૂરના કારણે સમુદ્રમાં ડુબી ગયા હતા. જોકે, હજુ સુધી તેના કોઇ પ્રમાણ મળ્યાં નથી.
નવી શોધમાં જાપાન એજન્સી ફોર મેરીન અર્થ સાયન્સ એન્ડ ટેક્નોલોજીની પનડુબ્બી શિનકાઇ 6500નો ઉપયોગ કરવામાં આવ્યો. જે સમુદ્રની ધરતી પર ગ્રેનાઇટ મળી આવ્યો છે, ત્યાં અનુમાન છે કે આ જમીન લાખો વર્ષ પહેલા સમુદ્રમાં ડુબી ગઇ હતી, જો કે, અહીં માનવ નિર્મિત કોઇપણ રચના મળી આવી નથી. આ પહેલીવાર બન્યુ છે કે, દક્ષિણ એટ્લાન્ટિક મહાસાગરમાં માનવયુક્ત પનડુબ્બીનો ઉપયોગ કરીને સંશોધન કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
