Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બાંગ્લાદેશના રાજકારણમાં ગ્લેમર સાથે પાવરની એન્ટ્રી, જાણો કોણ છે ઝાયમા રહેમાન?

બાંગ્લાદેશના રાજકીય ઇતિહાસમાં ક્રિસમસની સવાર એક નવો વળાંક લઈને આવી છે. BNP (બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી) ના કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન 17 વર્ષના લાંબા દેશનિકાલ બાદ લંડનથી ઢાકા પરત ફર્યા છે.

તેમની આ વાપસીએ દેશમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે, પરંતુ આ આખા ઘટનાક્રમમાં સૌથી વધુ ચર્ચા તારિક રહેમાનની પુત્રી ઝાયમા ઝરનાઝ રહેમાનની થઈ રહી છે. જેવી ઝાયમાના બાંગ્લાદેશ આવવાની ખબર પડી, ઈન્ટરનેટ પર તેની તસવીરો અને માહિતી સર્ચ કરવા માટે પડાપડી થઈ હતી.

એરપોર્ટ પર ઉતરતા જ સર્ચ એન્જિનમાં મચી ધૂમ

તારિક રહેમાન બિમાન બાંગ્લાદેશ એરલાઇન્સની ફ્લાઇટ દ્વારા ગુરુવારે બપોરે હજરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે ઉતર્યા હતા. જેમ જેમ તેમની વાપસીના સમાચાર ફેલાયા, તેમ તેમ આખું બાંગ્લાદેશ ઢાકા તરફ નજર માંડીને બેઠું હતું.

આ દરમિયાન લોકોની ઉત્સુકતા તેની પુત્રી ઝાયમા વિશે સૌથી વધુ જોવા મળી હતી. અહેવાલો અનુસાર, ઝાયમા રહેમાન વિશે ગણતરીના કલાકોમાં 5 લાખથી વધુ સર્ચ કરવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે બાંગ્લાદેશની જનતા આ નવી પેઢીના ચહેરાને જોવા માટે કેટલી આતુર હતી.

કડકડતી ઠંડી અને ધુમ્મસ વચ્ચે ઉમટ્યો જનસૈલાબ

બાંગ્લાદેશમાં અત્યારે કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસ છે, તેમ છતાં લાખોની સંખ્યામાં BNP સમર્થકો કલાકો સુધી રસ્તાઓ પર ઉભા રહ્યા હતા.

એરપોર્ટની બહાર અને રસ્તાઓ પર જે રીતે ભીડ ઉમટી હતી તે સાબિત કરે છે કે ફેબ્રુઆરી 2026માં યોજાનારી આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા પાર્ટી જનતાને એકઠી કરવામાં સફળ રહી છે. તારિક રહેમાનનું આ ભવ્ય સ્વાગત તેમની લોકપ્રિયતા અને પક્ષ પરની મજબૂત પકડનો પુરાવો આપે છે.

લાઇમલાઇટમાં રહી ઝાયમા રહેમાનની સ્ટાઇલ અને સાદગી

જોકે આ આખી ભીડ તારિક રહેમાનના સ્વાગત માટે એકઠી થઈ હતી, પરંતુ મીડિયા અને લોકોની નજર વારંવાર ઝાયમા ઝરનાઝ રહેમાન પર અટકી જતી હતી. પોતાના માતા-પિતા સાથે એરપોર્ટ પર જોવા મળેલી ઝાયમાની તસવીરો સોશિયલ મીડિયા પર ગણતરીની મિનિટોમાં વાયરલ થઈ ગઈ હતી.

ઝાયમાએ સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશની ધરતી પર ઉતરતા જ એક ભાવુક પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં તેણે પોતાના વતન પરત ફરવાની ખુશી વ્યક્ત કરી હતી. આ પોસ્ટ પર લાખો લાઈક્સ અને કોમેન્ટ્સ આવતા તે રાતોરાત નવી પેઢીની નેતા તરીકે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

શિક્ષિત અને પાવરફુલ પારિવારિક વિરાસત

ઝાયમા રહેમાન માત્ર એક રાજકીય પરિવારની દીકરી જ નથી, પણ તેની પોતાની પ્રોફાઈલ પણ ખૂબ જ મજબૂત છે. તે પૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાન અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાની પૌત્રી છે, જે બાંગ્લાદેશની સૌથી શક્તિશાળી રાજકીય વિરાસત પૈકીની એક છે.

તેણે લંડનની પ્રખ્યાત ક્વીન મેરી યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ લિંકન ઇનમાંથી બેરિસ્ટર-એટ-લોની ડિગ્રી મેળવી છે. હાલમાં તે લંડનમાં વકીલ તરીકે કામ કરે છે, જે તેની બૌદ્ધિક ક્ષમતાનો પરિચય આપે છે.

શું 2026ની ચૂંટણીમાં ઝાયમા હશે BNPનો નવો ચહેરો?

ભલે ઝાયમા અત્યારે સત્તાવાર રીતે રાજકારણમાં નથી, પરંતુ પક્ષની કેટલીક મહત્વની બેઠકોમાં તેની હાજરીએ પહેલેથી જ અટકળો તેજ કરી દીધી હતી. રાજકીય વિશ્લેષકો માને છે કે ઝિયા પરિવારની આ ત્રીજી પેઢીની વાપસી BNP માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

યુવા પેઢીમાં તેની વધતી લોકપ્રિયતા અને તેની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત પક્ષની છબીને વધુ આધુનિક અને મજબૂત બનાવી શકે છે. હવે જોવાનું એ રહેશે કે 2026ની ચૂંટણીમાં ઝાયમાની ભૂમિકા શું રહેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X